Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

નવદુર્ગા ટ્રસ્‍ટ દ્વારા ડીઝની ડિકસ કીંગડમના ભૂલકાઓ સાથે જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાશે

બાળકો કૃષ્‍ણ-બલરામ-રાધા-યશોદા વેશભૂષા ધારણ કરશે

રાજકોટ તા. ૧૧ :.. નવદુર્ગા એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડીઝની કિડસ કિંગડમના નાના નાના ભૂલકાઓ સંગે જન્‍માષ્‍ટમી ઉજવવાનું આયોજન કરાયું છે. જેમ નાતાલ પર બાળકો અને મોટેરા બધા સંતા કલોઝ બનતા હોય છે તેમ આ જન્‍માટષ્‍મી પર્વ ઉપર બાળકોને ભગવાન કૃષ્‍ણ, બલરામ, રાધા, યશોદા, નંદ બાબા વગેરે બનવા માટે પ્રોત્‍સાહિત કરાશે.

તેમને આસપાસના ઘરોમાં પ્રસાદી આપવા માટે મોકલાશે. એક નવિન, સુંદર તથા સંસ્‍કૃતિરક્ષણ માટેનાં કાર્યની નવી પરંપરા કરાશે. બાળકો આ વર્ષે ઉપરોકત બાબતને ધ્‍યાને લઇ ડીઝની કિડસ કિંગડમ દ્વારા ભગવાન શ્રી કૃષ્‍ણ ઉપરાંત, દશાવતાર નિદર્શન પણ તદન નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવશે. તેમજ વાલીઓને આ બાબતે જાગૃત કરવામાં આવનાર છે. તેમ નવદુર્ગા એજયુ ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયું છે.

(5:05 pm IST)