Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જનતાનો આભાર માનતા બેલીમ

મહોરમની એખલાસભરી ઉજવણી

રાજકોટ, તા.૧૧: દર વર્ષની જેમ ઇમામ હુશેનની યાદમાં શહીદે કરબલાની યાદમાં તાજીયા (રોઝા) દરેક કમીટી કલાત્‍મક તાજીયા બનાવી ગમે હુશેનની યાદ મનાવે છે.

સોમવાર તથા મંગળવારના રોજ રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં તાજીયા પોત પોતાના માતમમાં રહી શબીલ કમીટી દ્વારા શરબત, ભજીયા, ભેળ, પાઉંભાજી, આઇસક્રીમ, ચા-કોફી ન્‍યાજનું વિતરણ કરેલ.

ઉપરાંત પોલીસ તંત્ર જે સાથ સહકાર આત્‍યો તેનો તથા મ્‍યુનિ.કોર્પોરેશનના તંત્રના પદાધિકારીઓ તથા નગરસેવકોએ જે જહેમત લઇ પાણી, સફાઇ વગેરેનો સાથ સહકાર આપ્‍યો તથા જી.ઇ.બી.ના પદાધિકારીઓએ જાગૃત રહી વીજળી લાઇટની વ્‍યવસ્‍થામાં ખામી ન આવવા દેવા માટે જે જહેમત ઉપાડેલ તેનો અને ટ્રાફીક વ્‍યવસ્‍થામાં સતત સેવા બજાવવા બદલ ટ્રાફીક બ્રાંચ અને વ્‍યવસ્‍થા બજાવવામાં હોમગાર્ડસ મિત્રોએ જે સેવા બજાવી તે સૌ કોઇનો રાજકોટ મુસ્‍લીમો વતી ડો.અબ્‍દુલ બેલીમે એક નિવેદનમાં આભાર માનેલ છે.

(5:01 pm IST)