Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જય દ્વારકાધીશ ગ્રૃપ દ્વારા જન્‍માષ્‍ટમી નિમિત્તે આમ્રપાલી ફાટક પાસે આકર્ષણો અપરંપાર

રાજકોટ : રૈયા રોડ રેલ્‍વે ફાટક પાસે જય દ્વારકાધીશ ગ્રૃપ (કિરીટભાઇ મીર) ના ૯૯૯૮પ પ૦૦૦પ) નેજા હેઠળ ધ્‍વજા રોહણના કાર્યક્રમ, રીક્ષાઓમાં ઝંડી લગાડવાના કાર્યક્રમ, સોસાયટી વિસ્‍તારો મુખ્‍ય માર્ગો પર ઝંડી, સ્‍ટીકર લગાડવાના કાર્યક્રમ તેમજ રૈયા રોડ કૃષ્‍ણમય બની જાય એ માટે ગોકુલ મથુરાનું શાનદાર આયોજન છે. આ ઉપરાંત રેલ્‍વે ફાટક પાસે કૃષ્‍ણ ભગવાનની મોટી મૂર્તી તેમજ રૈયા રોડ ફાટકની વચ્‍ચે હીચકો પણ મુકવાનુ઼ આયોજન છે.  આ વર્ષે અનેરા આકર્ષણના ભાગરૂપે ફાટક પાસે હીચકો, કાનૂડાનો જન્‍મ જેલમાં, તાળા તૂટતા હોય તેવું દ્રશ્‍ય, બકાસુરનો વધ, હાથીનો વધ, મામા કંસનો વધ, ૪-પ ગોવાળીયા, બલરામ સુદામા, રાધા વગેરેનાં તાદ્રશ્‍ય મૂર્તિઓ, શિવલીંગ મૂર્તિ દૃશ્‍ય, રાધા-કૃષ્‍ણની ઝુંપડી, ગોકુલ મથુરાનું સુશોભન તેમજ જન્‍માષ્‍ટમીની રાત્રે મટકી ફોડ, કેદારનાથને થર્મોકોલ દ્વારા સુશોભનનો કાર્યક્રમ ભવ્‍યાતિભવ્‍ય રીતે પણ કરવામાં આવશે. ભગવાન કૃષ્‍ણના અલગ અલગ સ્‍વરૂપોને જીવંત સ્‍વરૂપ આપવાના ભાગરૂપે કૃષ્‍ણ ભગવાના ના અલગ અલગ સ્‍વરૂપોને રાખી એક અલગ જ પ્રકારના લતા સુશોભન કાર્યક્રમનું કરવાનું આયોજન છે. દરેક કાર્યક્રમના આયોજન માટે કિરીટભાઇ મીર-જય દ્વારકાધીશ ગ્રૃપ તથા તેના ગ્રૃપના સર્વે સભ્‍યો મહેનત કરી રહ્યા હતા.

(3:45 pm IST)