Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સ્‍માઇલ ગ્રૃપના ઉપક્રમે કાલે સંગીત સંધ્‍યા કાર્યક્રમ

રાજકોટની સંગીતપ્રેમી જનતાને પધારવા આમંત્રણ

રાજકોટ, તા. ૧૧ :  સ્‍માઇલ ગ્રૃપ દ્વારા આવતીકાલે ૧ર-૬ ને રવિવારે સાંજે પ-૩૦ કલાકે ઇવનીંગ પોસ્‍ટ સીનીયર સીટીઝન પાર્ક, જયુબેલી ગાર્ડન નજીક રાજકોટ ખાતે સંગીત સંધ્‍યા ‘‘સાઝ ઔર આવાઝ''નું આયોજન થયું છે. રાજકોટની સંગીત પ્રેમી જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ અપાયું છે. જેમાં સુનિલભાઇ શાહ, અશોકભાઇ ચંદ્રવાડીયા, મનસુખભાઇ વાવૈયા, મુન્નાભાઇ ઠકકર, નૈષધ દોશી, સંજય જાની, હસુભાઇ કાનપરા, શ્રીમતી હીનાબેન કોટડીયા શ્રીમતી કાજલબેન જાની, શ્રીમતી ઇલાબેન દોશી, શ્રીમતી જીજ્ઞાબેન નંદાણી, શ્રીમતી સંગીતાબેન જોષી, સુરેશ ખખ્‍ખર, મનોજ સોની અવાઝનો જાદુ પાથરશે. એન્‍કર તરીકે દિપકભાઇ જોષી રહેશે.
આ કાર્યક્રમમાં ગુણવંતભાઇ, જયેશભાઇ, મુલચંદ બાપુ, સુરેશભાઇ મારૂ મુખ્‍ય અતિથિ રહેશે.

 

(3:30 pm IST)