Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પીજીવીસીએલ દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર ૧૩૨ કર્મચારી - ટીમોનું બહુમાન કરાયું

એમડી વરણકુમાર બરનવાલ - જોઇન્‍ટ એમડી પ્રતિ શર્મા દ્વારા પ્રોત્‍સાહિત કરાયા

રાજકોટ તા. ૧૧ : પીજીવીસીએલ મેનેજમેંટ દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર કર્મચારીઓ અને વિવિધ ટીમોનું એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. રાજકોટ એન્‍જીનીયરીંગ એશોસિએશન હોલ ખાતે એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં  પીજીવીસીએલની દરેક સર્કલ ઓફીસ, ડિવીઝન ઓફીસ, સબ ડિવીઝન ઓફિસમાંથી સારી કામગીરી કરનાર કર્મચારીઓને તેમજ વિવિધ ટીમોને એવોર્ડ આપી, સ્‍ટાર બેજીસ આપી તેમની કંપની પ્રત્‍યેની ઉત્‍કૃષ્ટ ફરજ નિષ્ઠાને બિરદાવવામાં આવેલ.

પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્‍ટરશ્રી, જોઈન્‍ટ મેનેજીંગ ડાયરેક્‍ટરશ્રી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે પીજીવીસીએલના મુખ્‍ય ઈજનેરોસર્વશ્રી જે.જે.ગાંધી, કે.એસ.મલકાણ, એ.આર.કટારા, આર.જે.વાળા, ડી.વી.લાખાણી, એ.એ.જાડેજા તેમજ અન્‍ય અધિકારીગણ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ હતા.આ કાર્યક્રમમાં જુદી જુદી કેટેગરીઓ જેવીકે ડેબીટ એરીયર્સ રીડકશન, એટી ્રૂ સી લોસીસ, સોલાર રૂફ ટોપ, ટીએમએસ (ટ્રાન્‍સફોર્મર મેઈન્‍ટેનન્‍સ સ્‍કવોડ), ઇન્‍સ્‍ટોલેશન ચેકિંગ એક્‍ટીવીટી, ઉત્‍કૃષ્ટ કામગીરી કરનાર મીટર રીડર, લોક અદાલત પરફોર્મન્‍સ અને ડીક્રી એક્‍ઝીક્‍યુશન ની કેટેગરીમાં કુલ ૧૩૨ એવોર્ડ આપવામાં આવેલ.(

(3:29 pm IST)