Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આર. કે. ગ્રુપ નિર્મિત ‘આર. કે. પ્રાઇમ' દ્વારા સોલાર રૂફ ટોપ પેનલનું ઇનોગ્રેશન : સફળતમ બે વર્ષ પૂર્ણ : ઓફીસ ધારકો દ્વારા પરસ્‍પર શુભેચ્‍છા

રાજકોટ : શહેરના હાર્દ સમા ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર આર. કે. ગ્રુપ દ્વારા આકાર પામેલ કોમર્શીયલ કોર્પોરેટ બિલ્‍ડીંગ ‘આર. કે. પ્રાઇમ'ના સફળતાપૂર્વક ર વર્ષ પૂર્ણ થયા બાદ વર્લ્‍ડ એન્‍વાયરમેન્‍ટ ડે ના દિવસે તમામ ઓફીસ ધારકો અને એસોસીએશનના હોદેદારોએ આર. કે. ગ્રુપના ડીરેકટર સર્વાનંદભાઇ સોનવાણી અને કમલભાઇ સોનવાણીની શુભેચ્‍છા મુલાકાત લઇ ખુશી વ્‍યકત કરી હતી. આ પ્રસંગે તમામ ઓફીસ યુનિટ ધારકોએ કોમન એમેનીટીઝનું ઇલેકટ્રીસીટી બીલ સોલાર પેનલ દ્વારા જનરેટ કરવા નિર્ણય લીધો હતો. તેમજ બિલ્‍ડીંગમાં કાયમી ચોખ્‍ખાઇ જાળવવા તેમજ રીઝર્વ પાર્કીંગના કન્‍સેપ્‍ટના લીધે સુવ્‍યવસ્‍થિત પાર્કીંગ વ્‍યવસ્‍થા માટે પ્‍લાનીંગ ઘડાયુ હતુ. આ શુભેચ્‍છા મુલાકાતમાં ઓફીસ ધારકો, બિલ્‍ડીંગ ઓનર્સ એસો.વતી સર્વશ્રી સુધીર વાછાણી, સાહીલ ગોંડલીયા, જયેશભાઇ ધનેશા, હિરેન શીંગાળા, વિપુલભાઇ આશરા વગેરે આ મિલન સમારોહમાં ઉપસ્‍થિત રહેલ અને ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો. પર્યાવરણ દિવસ અને મિલન સમારોહના આ અવસરે સોલાર રૂફ ટોપ પેનલનું ઇનોગ્રેશન પણ કરવામાં આવ્‍યુ હતુ. તે સમયની તસ્‍વીર નજરે પડે છે. (૧૬.૨)

(3:28 pm IST)