Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાજકોટ જંકશનમાં ઉભેલી ટ્રેનમાંથી એસઆરપીમેનને ધક્કો દઇ પછાડયા

રામજીભાઇ ચાવડા ગોંડલથી ખંભાળીયા જતા'તાઃ સીટ પર થેલો મુકતાં અજાણ્‍યા શખ્‍સોએ ડખ્‍ખો કર્યો

રાજકોટ તા. ૧૧: ગોંડલ એસઆરપી ગ્રુપ-૮માં એસઆરપીમેન તરીકે નોકરી કરતાં રામજીભાઇ દેસુરભાઇ ચાવડા (ઉ.વ.૪૫)ને રજા હોઇ ગઇકાલે ગોંડલથી ટ્રેનમાં બેસી ખંભાળીયા જતાં હોઇ ટ્રેન રાજકોટ જંકશન સ્‍ટેશને પહોંચીને ઉભી રહી ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ ઝઘડો કરી રામજીભાઇને ટ્રેનમાંથી ધક્કો દઇ પછાડી દેતાં મોઢા પર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમણે કહ્યું હતું કે પોતે સ્‍લીપર કોચમાંથી જનરલ કોચમાં જતાં હોઇ પોતાનો થેલો થોડીવાર માટે એક સીટ પર મુકતાં અજાણ્‍યા મુસાફરોએ ઝઘડો કરી દરવાજા પાસે ધકેલી બહાર ધક્કો મારી પછાડી દીધા હતાં. રેલ્‍વે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:21 pm IST)