Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સરકારે મુકરર કરેલ ફી કરતા પણ ઓછી ફી થી શિક્ષણ આપતી સાધુ વાસવાણી સ્‍કુલ રીઝલ્‍ટમાં અવલ્લ નંબરે

શાળાનું ધોરણ ૧૦નું ૯૯% અને ધોરણ ૧૨નું ૮૦% પરિણામઃ ન કમાનાર, વિધવા, બિમાર પરિવારના વિદ્યાર્થીઓની ૨૫% થી ૧૦૦% સુધી ફી માફ કરી માનવીય અભિગમ દાખવામાં આવે છે

રાજકોટઃ તાજેતરમાં  જ ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ધો.૧૦ અને ધો.૧૨નું પરિણામ જાહેર થયેલ, જેમાં સાધુવાસવાણી સ્‍કુલ્‍સ રીઝલ્‍ટમાં અવલ્લ નંબરે આવતા વિદ્યાર્થીઓમા, વાલીગણમા અને તમામ સ્‍કુલ પરિવારમાં ઉલ્લાસ અને ઉત્‍સાહનો માહોલ છવાય ગયેલ છે.
સાધુવાસવાણી સ્‍કુલ ફોરગર્લ્‍સના ધો.૧૦ના પરિણામમા બધા જ વિદ્યાર્થીઓ સારા માકર્સથી પાસ થયેલ છે. જેમાં સ્‍કુલના (૧) ભેસદડીયા આયુષીબેન દિપકભાઈએ ૯૯.૬૧ પીઆર, (૨) ભાલોડિયા ક્રિનાબેન રસીકભાઈએ ૯૯.૦૯ પીઆર અને (૩) ચાવડા મહેકબેન સચીનભાઈએ ૯૯.૦૪ પીઆર પ્રાપ્‍ત કરેલ છે.
આ ઉપરાંત અન્‍ય શાખા સાધુવાસવાણી સ્‍કુલ (કો-એજયુકેશન) જે ગાયકવાડી પ્‍લોટ, રાજકોટ ખાતે આવેલ છે, તે સ્‍કુલનું  ધો.૧૦નું ૯૧.૧૭ ટકા અને ધો.૧૨ (કોમર્સ)નું ૮૭.૫૦ ટકા પરિણામ આવેલ છે.
સાધુવાસવાણી સ્‍કુલ્‍સની વિશેષમા વાત કરીએ તો ન કમાનાર, વિધવા, બિમાર પરિવારના વિદ્યાર્થીઓની ૨૫ ટકા થી ૫૦ ટકા સુધી ફી માફ કરી માનવીય અભિગમ દાખવવામાં આવે છે. મધ્‍યમ વર્ગીય અને ગરીબ વર્ગીય વિસ્‍તારમાં આવેલ સાધુ વાસવાણી સ્‍કુલ ગરીબોને પરવડે તેવી સામાન્‍ય ફી થી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કરી સામાજીક જવાબદારી નિભાવી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે

 

(2:35 pm IST)