Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

નગરપીપળીયાની સનરાઇઝ વીલા પાસે બાઇક સ્‍લીપ થતાં એન્‍જિનીયરીંગના વિદ્યાર્થી યશ સોઢાનું મોત

મામાના પરિવારજનો સાથે વીક એન્‍ડ વીલામાં ન્‍હાવા જતી વખતે બનાવઃ પાછળ બેઠેલી મામાની દિકરીનો બચાવઃ મુળ કાલાવડનો યુવાન મોટા મવામાં મામા સાથે રહી ભણતો'તો

રાજકોટ તા. ૧૧: મોટા મવા મીરા માધવ એપાર્ટમેન્‍ટમાં મામાના પરિવાર સાથે રહી વીવીપી એન્‍જિનીયરીંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતાં મુળ કાલાવડના યુવાન યશ ધર્મેશભાઇ સોઢા (ઉ.૨૦)ને લોધીકાના નગરપીપળીયા પાસે સનરાઇઝ વીલા નજીક બાઇક સ્‍લીપ થતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ મુળ કાલાવડનો યશ સોઢા રાજકોટ મામા સાથે રહી એન્‍જિનીયરીંગ કોલેજમાં અભ્‍યાસ કરતો હતો. ગઇકાલે મામાના પરિવારજનો સાથે  નગરપીપળીયામાં આવેલી વીક એન્‍ડ વીલામાં ન્‍હાવા જઇ રહ્યો હતો. બીજા પરિવારજનો કારમાં હતો. યશ અને તેના મામાની દિકરી માધુરી દલીસુખભાઇ સોનછત્રા બાઇકમાં હતાં. નગરપીપળીયામાં સનરાઇઝ વીલા પાસે પહોંચ્‍યા ત્‍યારે બાઇક સ્‍લીપ થઇ જતાં યશનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું હતું. મામાની દિકરીનો બચાવ થયો હતો.

યશના માતા-પિતા હાલ સુરત રહે છે. તે બે ભાઇમાં નાનો હતો. લોધીકા પોલીસના હેડકોન્‍સ. પ્રભાતભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન અને આશાસ્‍પદ દિકરાના અણધાર્યા મૃત્‍યુથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

(12:23 pm IST)