Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આણંદપર (બાઘી)માં દિપકે ૭૩ વર્ષના પિતાને લાકડીથી ફટકાર્યા

વાડીમાં બહારના શખ્‍સોને ભેગા કરી દારૂ બનાવતો-વેંચતો હોવાનો પિતાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧: આણંદપર (બાઘી) ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં બિપીનચંદ્ર મેઘજીભાઇ રાઠોડ (મોચી) (ઉ.વ.૭૩) નામના વૃધ્‍ધને તેના સગા દિકરા દિપકે લાકડીથી માર મારતાં વૃધ્‍ધ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

વૃધ્‍ધે જણાવ્‍યું હતું કે તેમને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે. દિકરો દિપક સાથે જ રહે છે. તે વાડીમાં અવાર-નવાર બહારના લોકોને ભેગા કરી દારૂ બનાવી પીતો અને વેંચતો હોઇ તેને આવી પ્રવૃતિ કરવાની ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ લાકડીથી મારકુટ કરી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:19 pm IST)