Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

સમરસ હોસ્ટેલના ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ૪૨૦ બેડ તૈયાર:હાલ ૩૬૨ દર્દીઓ સારવાર હેઠળ : ૩૧૬ દર્દીઓ ઓક્સિજન ઉપર - ૫૮ બેડ ઉપલબ્ધ

રાજકોટ : હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે ૫૦૦ બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર અને ૫૦૦ બેડનું કોવીડ કેર સેન્ટર સમરસ સેન્ટરના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની સીધી દેખરેખ હેઠળ પૂર્ણ કક્ષાએ કાર્યરત છે.
પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, અહી ૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પૈકી ૪૨૦ બેડ તૈયાર છે અને બાકીના બેડ પૂર્ણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
તા. ૧૧ એપ્રિલના બપોરે ૨.૦૦ કલાકની પરિસ્થિતિએ ૩૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ૩૧૬ દર્દીઓ ઓક્સિજન ઉપર છે. તેમજ ૪૬ દર્દીની રૂમ વાતાવરણમાં સારવાર ચાલી રહી છે. હાલની પરિસ્થિતિએ ૫૮ ઓકસીજન બેડ ઉપલબ્ધ છે.
હાલ ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ડો. મેહુલ પરમાર, ડો. પીપળીયા તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે ડો. જયદીપ ભૂંડિયાની અધ્યક્ષતામાં ૧૫૦ થી વધુનો મેડિકલ સ્ટાફ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

(6:48 pm IST)