Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ICICI બેંકે વેપારીઓ માટે લોન્ચ કરી 'Eazypay App '

શ્રેષ્ઠ સીકયુરીટી ફીચર્સ : મોબાઇલથી પેમેન્ટ લઇ શકાય અને ચૂકવી પણ શકાય : ગુજરાતમાં ર૩૦૦૦ વેપારીઓ સહિત ૧,પ૯,૦૦૦ વેપારીઓએ લીધી સેવા : બેંકમાં ખાતુ ન હોય તે પણ સુવિધા લઇ શકે છે

રાજકોટ, તા. ૧૧ : દેશની ખાનગીક્ષેત્રની સૌથી મોટી બેંક ICICI એ પોતાની Eazypay App મોબાઇલ એપ લોન્ચ કરી છે. બેંક આ એપ ખાસ કરીને વેપારીઓ માટે લઇને આવી છે. જેનાથી તે મોબાઇલ ફોન થકી મલ્ટીપલ ડિજિટલ મોડથી પેમેન્ટ લઇ શકે છે અને આપી શકે છે.  ICICI બેંક..Eazypay App.. આ પ્રકારની પહેલી એપ છે જે ગ્રાહકોને પોતાના મોબાઇલ ફોનના માધ્યમથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ICICI  બેંકની કોઇપણ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અને નેટ બેન્કીંગ તથા પોકેટ, ડિજીટલ વોલેટથી પેમેન્ટ કરવાની સરળ સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

આ અંગે બોર્ર્ડના અધિકારીઓ માધવ અને સુરેશે વિડિયો કોન્ફરન્સીંગથી આજે મુંબઇથી અહીં પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ર૩૦૦૦ સહિત કુલ ૧,પ૯,૦૦૦ વેપારીઓએ આ સુવિધા પ્રાપ્ત કરી છે.

  ICICI બેંકના હાલના કોઇ પણ ખાતાધારક તાત્કાલીક 'ઇઝીપે' એપ ડાઉનલોડ કરી શકે છે અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે.  ICICI બેંક સિવાયના ગ્રાહકો પણ બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલીને એપનો ઉપયોગ કરી શકે છે. આ એપ એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમ્સ ધરાવતા સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આ એપ આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા સ્માર્ટફોન માટે ઉપલબ્ધ છે.

આ એપ એક વખત ડાઉનલોડ થયા પછી વેપારીઓ ઓવર ધ કાઉન્ટર એપ પર પેમેન્ટ સ્વીકારવાની તાત્કાલીક શરૂઆત કરી શકે છે તે ચીજવસ્તુઓ/સેવાઓ, ટેલીસેલ્સ અને ગ્રાહક અને વિક્રેતા એક જ સ્થળ પર શારીરિક રીતે હાજર હોતા નથી તેવા ઇ-કોમર્સ કંપનીઓના પેમેન્ટ- ઓન-ડિલિવરી વિકલ્પોની હોમ ડિલિવરી જેવી સ્થિતિમાં નાણા એકત્ર કરવાનું પણ શકય બનાવે છે. વિક્રેતા રકમ એન્ટર કરી, યુપીઆઇ આધારિત ચૂકવણી માટે ગ્રાહકના મોબાઇલ નંબર કે વીપીએ સાથે ગ્રાહક દ્વારા ચૂકવણીની પસંદગીની પદ્ધતિ પસંદ કરીને એપમાં ઇનવોઇસ બનાવી શકે છે પછી એસએમએસ મળતા ગ્રાહક ક્રેડિટ/ડેબિટ કાર્ડ/નેટ બેન્કીંગ કે પોકેટસ મારફતે ચૂકવણી કરવા તેમની વિગત એન્ટર કરી શકે છે. યુપીઆઇનો ઉપયોગ કરીને ચૂકવણી કરવા ગ્રાહક વિક્રેતાના ફોન પર દેખાતા કયુઆર કોડસ્કેન કરીને કે તેમના વીપીએ મારફતે ચૂકવણી કરી શકે છે. ઇઝીપેને વધારે વિસ્તૃત બનાવવા બેંકે એપ્લિકેશનમાં 'આધાર પે' તરીકે ઓળખાતી નવી ફંકશનાલિટી સંકલિત કરી છે. આ નવી ખાસિયત વેપારીઓને ગ્રાહકના આધાર નંબર અને બાયોમેટ્રીક ઓથોેન્ટિકેશન મારફતે પેમેન્ટ કલેકટ કરવા સક્ષમ બનાવશે. ઉપરાંત તે પેમેન્ટની પદ્ધતિ તરીકે 'ભારત કયુઆર કોડ'ને પણ સંકલિત કરે છે, જે ગ્રાહકોને તેમની 'આઇમોબાઇલ' અને 'પોકેટસ' એપ્લિકેશન માફતે કયુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. ઇઝીપે શ્રેષ્ઠ સીકયોરિટી ફિચર્સ ધરાવે છે તેમાં દરેક મોબાઇલ નંબરનું એક વખત રજિસ્ટ્રેશન થાય છે અને દરેક વખતે લોગિન માટે એમપિન એન્ટર કરવો ફરજિયાત છે.

ઓવર ધ કાઉન્ટર પેમેન્ટ અને હોમ ડિલિવરી એમ બંને માટે :-  ઇઝીપે એવા રિટેલ સ્ટોર્સ માટે અનુકુળ છે. જયાં ગ્રાહક કાઉન્ટર પર ચૂકવણી કરે છે તેનો ઉપયોગ હોમ ડિલિવરી, ટેલીસેલ્સ અને પેમેન્ટ-ઓન-ડિલિવરી દરમિયાન ગ્રાહક દ્વારા પેમેન્ટની ચૂકવણી કરવામાં પણ થઇ શકે છે. જેમાં પેમેન્ટ-ઓન-ડિલિવરીમાં વિક્રેતા અને ગ્રાહક એક જ સ્થળે પ્રત્યક્ષ હાજર ન હોય તેવું બની શકે છે.

કલેકશન તારીખના વિકલ્પો સેટ કરવા :- યુપીઆઇ મારફતે પેમેન્ટ સ્વીકારવા માટે વિક્રેતા તાત્કાલિક પેમેન્ટ મેળવવાનો કે ૪પ દિવસ સુધીની તારીખ સેટ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

સરળ સમાધાન :- વેપારીઓ એપ્લિકેશન પર 'ટ્રાન્ઝેકશન હિસ્ટ્રી'માં તેમજ એસએમએસ મારફતે પેમેન્ટની તાત્કાલીક પુષ્ટિ મેળવે છે. ગ્રાહક પણ તમામ બિલો માટે એસએમએસ મારફતે તાત્કાલીક પેમેન્ટની પુષ્ટિ મેળવે છે. વેપારીઓ યુપીઆઇ અને પોકેટસનો ઉપયોગ કરીને કરેલા પેમેન્ટ માટે તેમના કરન્ટ એકાઉન્ટમાં તાત્કાલીક રકમ જમા થયાની પુષ્ટિ મેળવે છે.

પેમેન્ટ મેળવવા એકથી વધારે કર્મચારીઓને સક્ષમ બનાવે છેઃ- વિશિષ્ટ 'સબ મર્ચન્ટ ક્રિએશન' ખાસિયત મહત્તમ ૩૦ કર્મચારીઓને તેમના સ્માર્ટફોન પર વેપારી વતી પેમેન્ટ મેળવવાની સુવિધા આપે છે તે વિવિધ બિલિંગ કાઉન્ટર ધરાવતા રિટેલ સ્ટોર્સ પર કે હોમ ડિલિવરી દરમિયાન ડિજિટલ પેમેન્ટ કલેકશન માટેનો અનુકુળ વિકલ્પ ઓફર કરે છે.

પેમેન્ટ સ્વીકારવા માટે દૈનિક/માસિક કોઇ મર્યાદા નથી.

'આધાર પે' અને 'ભારત કયુઆર કોડ'નું સંકલન : જયારે આધાર પે વેપારીઓને ગ્રાહકના આધાર નંબર અને બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન મારફતે પેમેન્ટ કલેકટ કરવા સક્ષમ બનાવે છે, ત્યારે ભારત કયુઆર કોડ 'આઇમોબાઇલ' અને 'પોકેટસ' એપ્લિકેશન માફતે કયુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સુવિધા આપે છે.

(4:35 pm IST)