Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

શેઇકસ અને આઇસ્‍ક્રીમની દુનિયામાં આગવું સ્‍થાન પામેલ રાજકોટની બ્રાન્‍ડ

ચેલાણી બ્રધર્સઃ ‘સંતુષ્‍ટિ'ની સફળતાનું હજુ એક નવું સોપાન માધાપર ‘ધ વન વર્લ્‍ડ'ખાતે ભવ્‍ય શુભારંભ

થીક શેઇક, મિલ્‍ક શેઇક, વોલ્‍ફસ, આઇસ્‍ક્રીમ સાથે ફ્રેન્‍ચફ્રાઇમ, બર્ગર, કોફી સહિતની વિવિધ આઇટમો પીરસાશે

રાજકોટઃ શેઇકસ અને આઇસ્‍ક્રીમની દુનિયામાં પોતાનું આગવું સ્‍થાન પામેલ રાજકોટની પોતાની બ્રાન્‍ડ એટલે સંતુષ્‍ટિ... ગુણવતા, સ્‍વચ્‍છતા અને આત્‍મીયતા સાથે અવનવા શેઇકસ, વોફલ્‍સ, આઇસ્‍ક્રીમની મજા માણવા માટેનું એક માત્ર સ્‍થળ એટલે સંતુષ્‍ટિ

માધાપર સ્‍થિત ધ વન વર્લ્‍ડ કોમ્‍પલેકસમાં સંતુષ્‍ટિ શેઇકસ એન્‍ડ મોરના આઉટલેટનો પ્રારંભ થયો છે. આ આઉટલેટ રાજકોટનું છઠ્ઠુ અને સંતુષ્‍ટિનું એકતાલીસમું આઉટલેટ છે જે કાફે મોડેલમાં શરૂ થયેલ છે જેમાં થીક શેઇક, મિલ્‍ક શેઇક, વોફલ્‍સ, આઇસ્‍ક્રીમ જેવા અનેક વ્‍યંજનો ઉપરાંત ફ્રેન્‍ચ, ફ્રાઇમ, બર્ગર્સ, કોફી અને એવી વિવિધ ઇટરીની આઇટમો પણ  પીરસવામાં આવશે જે સંતુષ્‍ટિનું નવું નજરાણું છે. સંતુષ્‍ટિના આઉટલેટની ફ્રેન્‍ચાઇઝી રાજકોટના નાગરિક શ્રી પ્રિતેશભાઇ પીપળીયાએ લીધી જેઓ સંતુષ્‍ટિ થકી લોકોને પોતાના વ્‍હાલ, પ્રેમ અને આતિથ્‍ય ભાવે અવનવા વ્‍યંજનો પીરસવાનું સુંદર સપનું સેવી પોતાની કારકિર્દીમાં એક નવું પ્રકરણ ઉમેર્યુ છે. તેઓનું માનવું છે કે ફુડ ઇન્‍ડસ્‍ટ્રીમાં સંતુષ્‍ટિએ અનેક શિખરો સર કર્યા છે. જેમાં તેઓ પણ પોતાનું યથાશકિત યોગદાન આપી બ્રાન્‍ડને આગળ લઇ જવા માંગે છે.

સંતુષ્‍ટિના ચેલાણી બ્રધર્સ શ્રી સુનિલભાઇ ચેલાણી અને ભાવેશભાઇ ચેલાણી પણ આ પ્રસંગે હાજર રહયા હતા. સંતુષ્‍ટિએ એકજ એવી બ્રાન્‍ડ છે જે આઇસ્‍ક્રીમ વગર થીક શેઇક બનાવે છે. તેઓના ઇટાલિયન રિસર્ચ સેન્‍ટર થકી તેઓ એ આ અવનવી પધ્‍ધતિ વિકસાવી છે જેનો લાભ આજે દેશવિદેશના અનેક ગ્રાહકો સંતોષપૂર્વક લઇ રહયા છે. આઇસ્‍ક્રીમ વગરના થીક શેઇકથી તેની કુલ કેલરીઝ કંટ્રોલ કરી શકાય અને સ્‍વાસ્‍થ્‍યભર  વ્‍યંજનો પીરસી શકાય તેવા ઉદ્દશ્‍ય સાથે સંતુષ્‍ટિના ફાઉન્‍ડર શ્રી સુનિલભાઇ કહે છે કે દર વર્ષે અમુકવાર ઇટાલી જઇને ત્‍યાંના એકસપર્ટસ સાથે મળી વર્ષ દરમ્‍યાન શું નવું પીરસવું છે તેનું પ્‍લાનિંગ કરતા હોય છે

ભાવેશભાઇ ચેલાણી(મો.૯૯૦૪૪ ૪૪૪૫૭) જેઓ બ્રાન્‍ડને એક નવી દિશામાં લઇ જઇ રહયા છે તેઓ કહે છે કે હજુ અમારે ખુબજ મહેનત કરવાની જરૂર છે કારણકે માર્કેટ ખુબજ વિશાળ છે અને સંભવિત માર્કેટ કેપ્‍ચર કરવાનું બાકી છે.

આ પ્રસંગે શ્રી જયેશભાઇ રાદડિયા (ધારાસભા) શ્રી પુષ્‍કરભાઇ પટેલ(સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન) સહિતના આગેવાનો હાજર રહયા હતા. આગેવાનોએ પોતાની હાજરી આપી સંતુષ્‍ટિ પરિવારને સ્‍નેહ અર્પણ કર્યુ હતું. શ્રી પ્રિતેશભાઇ પીપળીયા અને ચેલાણી બ્રધર્સ રાજકોટના દરેક નાગરિકનો ખુબજ આભાર માને છે અને કહે છે કે આજે સંતુષ્‍ટિ જે કઇ પણ છે તે રાજકોટના સ્‍નેહ, તેમના પ્રતિસાદ અને સતત સહકારના લીધે છે. તેઓ થેન્‍ક યુ રાજકોટ કહી પોતાનો આભાર વ્‍યકત કરે છે

(11:56 am IST)