Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

૧૭ અને ૧૯મીની પોરબંદર દિલ્‍હી સરાઇ રોહિલ્લા ટ્રેન રદ

ઉત્તર રેલવેમાં બ્‍લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર : ઓખા-દહેરાદુન અને મુઝફફરપુર-પોરબંદર મોતીહારી ટ્રેનના રૂટમાં ફેરફારઃ તા. ૧૮ મી મોતીહારી ટ્રેન ૭૦ મીનીટ મોડી થશે

રાજકોટ, તા. ૯ : ઉત્તર રેલવેના દિલ્‍હી વિસ્‍તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્‍ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્‍લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્‍યા મુજબ, અસરગ્રસ્‍ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

- ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર - દિલ્‍હી સરાઈ રોહિલ્લા એક્‍સપ્રેસ ૧૭.૧૨.૨૦૨૨ ના રોજ રદ રહેશે.

- ટ્રેન નંબર ૨૦૯૩૮ દિલ્‍હી સરાઈ રોહિલ્લા - પોરબંદર એક્‍સપ્રેસ ૧૯.૧૨.૨૦૨૨ ના રોજ રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર

દોડતી ટ્રેનો

- ટ્રેન નંબર ૧૯૫૬૫ ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્‍સપ્રેસ ૧૬.૧૨.૨૦૨૨ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન વાયા અલવર-મથુરા-પલવલ-ગાઝિયાબાદ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

-ટ્રેન નં. ૧૯૨૭૦ મુઝફ્‌ફરપુર-પોરબંદર મોતિહારી એક્‍સપ્રેસ ૧૯.૧૨.૨૦૨૨ ના રોજ ઉપડનારી ટ્રેન વાયા દિલ્‍હી-રોહતક-ભિવાની-રેવાડી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

માર્ગમાં મોડી થનાર ટ્રેનોઃ

- ટ્રેન નંબર ૧૯૨૭૦ મુઝફ્‌ફરપુર - પોરબંદર મોતિહારી એક્‍સપ્રેસ ૧૮.૧૨.૨૦૨૨ ના રોજ ઉપડનારી ટ્રેન માર્ગમાં મુરાદાબાદ - ગાઝિયાબાદ વચ્‍ચે રૂટમાં ૭૦ મિનિટ સુધી રેગુલેટ (મોડી) કરવામાં આવશે.

ટ્રેનના સમય, સ્‍ટોપેજ અને કમ્‍પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

(11:51 am IST)