Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ફરસાણ -મિઠાઇની ૨૪ દુકાનોમાં આરોગ્યનું ચેકીંગ : ૨૪ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

શક્કરપારા, ચેવડો, મિઠાઇ સહીત ૪ નમૂના લેવાયા : ૧૭ કિલો છાપેલી પસ્તીનો નાશ

રાજકોટ,તા. ૧૦: રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની કુલ - ૪ ટીમ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ડ્રાયફ્રુટ તથા મીઠાઇ ફરસાણનુ વેંચાણ બહોળા પ્રમાણમાં થતુ હોય,જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી પેઢીના સ્થળ પર વપરાતા ખાધ્ય તેલનીવ્ભ્ઘ્ઙ્ગવેલ્યુ ચેક કરી તથા ફુડ બિઝનેશ ઓપરેટરોની ચકાસણી કરી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત આ મુજબ છે

નમુનાની કામગીરી :

જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવે છે તેમાં જય સિયારામ ફરસાણ હાઉસ, ગાંધીગ્રામ મે. રોડ ખાતેથી શક્કરપારા (લૂઝ), નેમીનાથ ફરસાણ માર્ટ, ગાંધીગ્રામ મે. રોડ ખાતેથી પૌવાનો ચેવડો (લૂઝ), વેરાઇ સ્વીટ, માલધારી સોસાયટી, ખાતેથી રાધે ડેઝર્ટ (૧૦ કિ.ગ્રા.  પેકડ) અનેસિધ્ધેશ્વરી ડીલીસીયસ સ્વીટ (૧૦ કિ.ગ્રા. પેકડ) નો સમાવેશ થાય છે.

ચેકીંગ ઝુંબેશ ની વિગત

ફૂડ વિભાગ દ્વારા જોકર ગાંઠીયા, કુવાડવા રોડ ખાતે વાસી ખુલ્લી મિઠાઇ - ૩ કિ.ગ્રા, છાપેલ પસ્તી - ૩ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ તેમજ વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા   લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવેલ છે. ચામુંડા સ્વીટ એન્ડ નમકીન, કુવાડવા રોડ ખાતે લાયસન્સ અંગે નોટીસ આપેલ. મહાલક્ષ્મી ડેરી ફાર્મ, કુવાડવા રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ,જય બજરંગ ડેરી ફાર્મ, શિવનગર મે. રોડ આર.ટી.ઓ પાછળ ખાતે ચકાસણી કરવામાં આવેલ, બજરંગ ફરસાણ એન્ડ સ્વીટ, શિવનગર મે. રોડ આર.ટી.ઓ પાછળ ખાતે વાસી ખુલ્લુ ફરસાણ - ૩ કિ.ગ્રા. છાપેલ પસ્તી - ૨  કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ તેમજ લાયસન્સ  અંગે નોટીસ આપેલ. મુરલીધર ડેરી ફાર્મ, શિવનગર મે. રોડ આર.ટી.ઓ પાછળ ખાતે લાયસન્સ અંગે નોટીસ આપેલ. બાલાજી ડેરી ફાર્મ, શિવનગર મે. રોડ આર.ટી.ઓ પાછળ ખાતે ચકાસણી કરવામાં આવેલ. જલારામ ફરસાણ, શિવનગર મે. રોડ આર.ટી.ઓ પાછળ ખાતે દાઝીયુ તેલ ૪ કિ.ગ્રા છાપેલ પસ્તી - ૩ કિ.ગ્રા. નાશ કરાયેલ તેમજ લાયસન્સ અંગે નોટીસ આપેલ.જય ખોડીયાર ડેરી ફાર્મ, શિવનગર મે. રોડ આર.ટી.ઓ પાછળ ખાતે ચકાસણી કરવામાં આવેલ. જય બાલાજી ફરસાણ, માનસરોવર મે. રોડ આર.ટી.ઓ પાછળ ખાતે વાસી ખુલ્લુ ફરસાણ - ૨ કિ.ગ્રા. છાપેલ પસ્તી - ૨  કિ.ગ્રા. નાશ કરાયેલ તેમજ ક્ષતિઓ અંગે નોટીસ આપેલ. ચોરસીયા સમોસા, માનસરોવર મે. રોડ ખાતે વાસી જલેબી - ૫ કિ.ગ્રા. નાશ કરાયેલ તેમજ વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા  તથા લાયસન્સ  અંગે નોટીસ આપેલ.ચામુંડા ડેરી ફાર્મ, માનસરોવર મે. રોડ ખાતે છાપેલ પસ્તી - ૨ કિ.ગ્રા. નાશ કરાયેલ તેમજ ક્ષતિઓ અંગે સૂચના આપેલ. જય ગોપાલ ડેરી ફાર્મ, માનસરોવર મે. રોડ ખાતે છાપેલ પસ્તી - ૩ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ.બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ, માંડા મે. રોડ ખાતે ચકાસણી કરેલ.રાધેક્રિષ્ના ડેરી ફાર્મ,માંડા મે. રોડ ખાતે ચકાસણી કરેલ.શ્રી ગણેશ ડેરી ફાર્મ,સંતકબીર રોડ ખાતે વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સૂચના આપેલ.જનતા ફરસાણ માર્ટ,સંતકબીર રોડ ખાતે દાઝીયુ તેલ ૪ કિ.ગ્રા નાશ કરવામાં આવેલ તેમજ ક્ષતિઓ અંગે સૂચના આપેલ.આ ઉપરાંત જય ખોડીયાર ફરસાણ,સંતકબીર રોડ ખાતે વાસી ખુલ્લી મિઠાઇ - ૩ કિ.ગ્રા નાશ કરાયેલ તેમજ લાયસન્સ  અંગે નોટીસ આપેલ.જનતા તાવડો,સંતકબીર રોડ ખાતે છાપેલ પસ્તી - ૪ કિ.ગ્રા. નાશ કરાયેલ તેમજ લાયસન્સ  અંગે નોટીસ આપેલ.શ્રી મોમાઇ ફરસાણ,સંતકબીર રોડ ખાતે વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સૂચના આપેલ. જે.કે. નમકીન, સંતકબીર રોડ ખાતે ક્ષતિઓ અંગે સૂચના આપેલ.મચ્છુ ડેરી ફાર્મ, સંતકબીર રોડ ખાતે લાયસન્સ અંગે નોટીસ આપેલ, ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ,સંતકબીર રોડ ખાતે વાસી ખુલ્લી મિઠાઇ - ૪ કિ.ગ્રા નાશ કરવામાં આવેલ તેમજ લાયસન્સ  અંગે નોટીસ આપેલ. ભગીરથ ફરસાણ એન્ડ સ્વીટ, સંતકબીર રોડ ખાતે ચકાસણી કરેલ છે.

        આમ, ખાદ્યચીજના  કુલ ૪ (ચાર) નમુના  લેવામાં આવેલ તથા ૨૪ પેઢીની ચકાસણી કરી જે પૈકી ૧૧  ફુડ બિઝનેશ ઓપરેટરોને નોટીસ આપેલ તેમજ સ્થળ પર ૧૭ કિ.ગ્રા છાપેલ પસ્તીનો નાશ, ૧૫ કિ.ગ્રા. વાસી મિઠાઇ, ૫ કિ.ગ્રા. વાસી ફરસાણ  તેમજ ૪ કિ.ગ્રા અખાદ્ય દાઝીયુ તેલ નાશ કરેલ છે.

(3:27 pm IST)