Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશભાઇ મીરાણીની પુનઃ નિયુકિતને આવકારતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ

રાજકોટ,તા. ૧૦: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે શ્રી કમલેશભાઈ મીરાણીની પુનઃ નિયુકિત કરવામાં આવેલ છે. ત્યારે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારે આ નિમણુંકને આવકારી છે.

તેઓએ જણાવ્યું છે કે,  ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ દ્વારા ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના તરવૈયા પ્રમુખ કમલેશભાઈ મીરાણીને ફરી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. સતત ૩ ટમથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે. ખુબ નાની ઉમરે સામાજીક કાર્યકર તરીકે કારકિર્દીની શરૂઆત સાથે તેઓ રઘુવંશી આગેવાન તરીકે કાર્યરત છે. તેઓએ રાજકીય કારકિર્દીની શરૂઆત સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ વહન કરી છે. યુવા મોરચાના મહામંત્રી અને ત્યારબાદ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકામાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કામગીરી કરેલ છે. તેઓ કર્તવ્યનિષ્ઠ અને સમાજ સેવક તરીકે જાગૃત પ્રહરી રહ્યા છે. તેમજ વિવિધ મહાનગરોમાં, શહેરોમાં અને રાજયમાં ચુંટણીલક્ષી વિવિધ કામગીરી અને જવાબદારી સફળતાપૂર્વક તેઓએ કરેલ છે. ત્યારે કમલેશભાઈ મીરાણીને ફરીથી રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે નિમણુંકને મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારે આવકારી અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે.

(2:41 pm IST)