Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ચેતજો...ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક કોરોના સામે રક્ષણ આપતાં નથી

હાલ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં જયારે ઉપલબ્ધ નથી ત્યારે કોરોનાથી બચાવ માટે માસ્કએ રસીનો વિકલ્પ છે. હાલ લોકો દ્વારા બજારમાં ઉપલબ્ધ વિવિધ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ બજારમાં મળતા વાલ્વ કે ફીલ્ટરવાળા માસ્ક કોરોના વિષાણુંઓ સામે પુરતુ રક્ષણ આપતું ન હોવાનું જણાયું છે. આથી ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા અન્વયે રાજકોટ જિલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોએ આવા બજારમાં મળતા વાલ્વ કે ફીલ્ટરવાળા માસ્કનો ઉપયોગ ન કરવા જિલ્લા કલેકટર કચેરીની યાદીમાં  જણાવાયું છે.

(1:07 pm IST)