Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ડો.ભાવનાબેન જોશીપુરાને ધી ગ્રેટ ઇન્ડીયન વીમેન એવોર્ડ

 રાજકોટઃ તાજેતરમાં નવી દિલ્હી ખાતે ઇન્ડીયા ઇન્ટરનેશનલ વીમેન્સ ફોરમ દ્વારા ભારત અને વિશ્વનાં ૩૦ દેશોની મહિલા સ્વાવલંબન, સુરક્ષા અને સશકિતકરણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અગ્રણી મહિલાઓ 'ધી ગ્રેટ ઇન્ડીયન વીમેન્સ એવોર્ડ' થી સન્માન કરવામાં આવેલ તે અંતર્ગત રાજકોટના પ્રથમ મહિલા મેયર અને અખિલ હિન્દ મહિલા પરીષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભાવના જોશીપુરાનું ઉત્તરાખંડના રાજયપાલ શ્રીમતી બેબી રાની મૌર્ય દ્વારા વિશિષ્ટ સન્માન કરી અત્યંત પ્રતિષ્ઠત એવા 'ધી ગ્રેટ ઇન્ડીયન વીમેન્સ એવોર્ડ' અર્પણ કરવામાં આવેલ છે. દિલ્હી ખાતે ઇન્ડીયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ઇન્ડીયા ઇન્ટરનેશનલ વીમેન્સ ફોરમ સમારોહમાં સંયુકત રાષ્ટ્રસંઘ ખાતે સાંસ્કૃતિક એમ્બેસેડર સ્વરૂપ, પદ્મશ્રી શોભના નારાયણ (કથ્થક ગુરૂ) એર ઇન્ડીયાનાં નિર્દેશક શ્રીમતી હરપ્રિત એ.ડી.સીંહ, એસોસીએશન ઓફ ઇન્ડીયન યુનિવર્સિટીઝના સેક્રેટરી જનરલ પ્રો.ડો. પંકજ મીતલ, સુવિખ્યાત મેનેજમેન્ટ નિષ્ણાંત ડો. ઉર્વષિ મકકર તેમજ દિલ્હી સરકારનાં ડો. રશ્મીસિંહ (અગ્રસચિવ) ની ખાસ ઉપસ્થિતી રહેલ.

(4:17 pm IST)