Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

દવાઇ...ભી...કડાઇ...ભી...

રાજકોટની અડધી વસતીને વેકસીનના બંને ડોઝ કમ્પલીટ

મ.ન.પા.ના અંદાજ મુજબ ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના ૧૦.રર લાખ નાગરિકોને પ્રથમ અને ૪.પ૯ લાખ લોકોએ બન્ને ડોઝ લઇ લીધા

રાજકોટ તા.૧૦ : કોરોના મહામારી સામે રક્ષણ આપતિ વેકસીનના બન્ને ડોઝથી શહેરના ૧૮ વર્ષથી વધુ ઉમરના ૪.પ૯,૮૦૮ નાગરીકો સુરક્ષીત થઇ ગયાનું મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ સત્તાવાર જાહેર કર્યુ છે.

આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ શહેરીજનોને ૧પ જાન્યુઆરી ર૦ર૧ થી કોરોના સામે રક્ષણ આપતી વેકસીન આપવાનું શરૂ થયંુ હતું જેમાં કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ સૌપ્રથમ ડોકટરો, કોરોના વોરિયર્સ આરોગ્ય સ્ટાફ, સરકારી અધિકારીઓ અને ૬૦ વર્ષથી વધુની ઉમરના લોકોનું રસીકરણ થયુ ત્યારબાદ ૪પ થી ૬૦ વર્ષ અને હાલમાં ૧૮થી ૪પ વર્ષના નાગરીકોનું રસીકરણ થઇ રહ્યું છે. જેમાં તંત્રના અંદાજ મુજબ ૧૦,૯૩,૯૯૧ ની વસતીને રસીકરણ કરવાનું હતું.

આ અંદાજ સામે આજ સુધીમાં ૧૦,રર,૭૬૦ નાગરીકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચુકયો છે.એટલે કે ૯૩.૪૯ ટકા વસ્તીને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે.

જયારે ૪,પ૯,૮૦૮ લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ગયો છે. એટલે કે શહેરની ૪૪.૯૬ ટકા વસતી રસીના બીજા ડોઝથી કોરોના સામે સુરક્ષીત થઇ છે.

આમ અડધો-અડધ રાજકોટવાસીઓ રસીકરણથી સુરક્ષીત થતા તંત્રને કારો થય છે.દરમિયાનઆરોગ્ય વિભાગમાં નોંધાયેેલ આંકડાકીય વિગતો ઉપર એક નજર કરીએ તો આજ દિન સુધીમાં ૧૭,૪૫૪ હેલ્થ વર્કરોએ પ્રથમ ડોઝ, ૨૯,૫૩૬ ફ્રન્ટલાઇન વર્કરોએ પ્રથમ ડોઝતથા ૧૨,૭૯૪ હેલ્થ વર્કરોએ બીજો  ડોઝ, ૧૪,૨૬૯  ફ્રન્ટલાઇન વર્કરોએ બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરનાં ૧,૦૩,૮૬૮નાગરીકોએ પ્રથમ ડોઝ, ૪૫ થી ૫૯ વર્ષ સુધીનાં બિમારી ધરાવનાર ૧,૧૩,૩૬૯ લોકોએ પ્રથમ ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરનાં ૫૧,૩૭૨નાગરીકોએ બીજો ડોઝ, ૪૫ થી ૫૯ વર્ષ સુધીનાં બિમારી ધરાવનાર ૪૦,૪૨૪ લોકોએ બીજો ડોઝ લઇ લેતા કુલ ૩,૮૩,૦૮૬ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તા.૧ મેથી વેકિસન આપવાની શરૂઆત કરવામાં આવી છે. મ.ન.પા.દ્વારા હાલમાં ૩૪ જેટલા રસીકરણ ચાલુ છે. જેમાંં કોવેકસીન અને કોવિશીલ્ડ બંને પ્રકારની રસી નિયમ મુજબ આપવામાં આવે છે.(૬.૨૦)

બપોર સુધીમાં ૪૦૧ર લોકોએ વેકસીન લીધી

રાજકોટ : શહેરમાં આજે તા.૧૦ ના રોજ બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ર૯૭૬ અને ૪પ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૦૩૬ સહિત કુલ ૪૦૧ર નાગરીકોએ રસી લીધી.

(4:13 pm IST)