Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કાલે ઋષિ પાંચમઃ રામનાથ મંદિરે પૂજન

રાજકોટઃ શહેરમાં આજી નદી વચ્ચે બિરાજતા ગ્રામ્ય દેવતા સ્વયંભુ શ્રીરામનાથ મહાદેવના સાંનિધ્યમાં તા.૧૧નાં શનીવારે સવારે ૯ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ સુધી સપ્તઋષિનું પૂજન સંકલ્પ સાથે કરવામાં આવશે. આ તકે આજી નદી કે જે ઉત્તરવાહિની હોવાથી સાક્ષાત ગંગાનું સ્વરૂપ કહેવાય છે. તેમજ આજીનદી, ભાખરવો અને ખોખડદડી નદી સાથે વહેવાથી ત્રણેય નદીઓ ગંગાજીની માફક ત્રિવેણી સંગમ પણ થાય છે. તેમાં સ્નાન અગર આચમની કરીને ભાવિક બહેનો આપણા ઋષિઓની પૂજા સાથે સંકલ્પ અને તર્પણ કરશે. હિંદુ સંસ્કૃતિમાં દેવઋણ, પિતૃ ઋણ અને ઋષિઓના ઋણમાં મુકત થવા ઘણા ઉપાયો શાસ્ત્રમાં દર્શાવ્યા છે. તેમાં ઋષિ પાંચમના રોજ તેમના ઋણમાંથી મુકત થવા બહેનો ઉપવાસ કરીને સામો ખાઈને ઉપવાસ કરતા હોય છે. તેમ મહંત શાંતિગીરી ર્ગોસ્વામી (મો.૯૪૨૬૪ ૮૪૦૯૭)ની યાદીમાં જણાવાયું છે.

(3:41 pm IST)