Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ભાજપ સામાજીક સંકલન સેલના પ્રદેશ સંયોજકપદે હેમરાજ પાડલીયાની વરણી

રાજકોટ તા. ૧૦ : ભાજપના ગુજરાત પ્રદેશ સામાજિક સંકલનના પ્રદેશ સંયોજક તરીકે બહુમુખી પ્રતિભાના ધરાવતા  લોકપ્રહરી હેમરાજભાઈ પાડલીયાની નીમણૂંક થતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.અમિતભાઈ શાહ, મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, ભીખુભાઈ દલસાણીયા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડ દ્વારા ગુજરાત પ્રદેશ સામાજિક સંકલન સેલના પ્રદેશ સંયોજક તરીકે તએોની નિમણુંક કરાયેલ.

હેમરાજભાઈ પાડલીયા ગુજરાતી ઓબીસીની આસરે ૧૪૫ જાતિમા આદરભર્યુ સ્થાન ધરાવે છે. સામાજિક અને આર્થિક રીતે પછાત જ્ઞાતિઓમાં સ્વાભિમાન, સુખ શાંતિ, સ્વાસ્થ, સમૃદ્ઘિ અને અલગ અલગ વાડામા વહેંચાયેલા ઓબીસી સમાજને એક તાંતણે બાંધવાના પ્રયત્નો કરી રહેલ છે. તાજેતરમાં ગાંધીનગરના સ્થાપના દિવસ નિમિત્ત્।ે એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરીને લોકસેવા નુ કાર્ય કરેલ છે.

હેમરાજભાઈ પાડલીયા સમાજ સેવાની સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટી, ગુજરાત રાજય મજૂર બાંધકામ સહકારી સંઘના મેનેજીંગ ડિરેકટર, તરીકેની જવાબદારી પણ નીભાવી રહ્યા છે.  ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્થાપક પ્રમુખ છે.

(3:41 pm IST)