Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

નાલંદા તીર્થધામમાં કાલે સંવત્સરીએ ધર્મ આરાધનાઃ રવિવારે સમુહ પારણા

ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પુ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં સંવત્સરી મહાપર્વ નિમિતે ભવ્યાતિભવ્ય ધર્મ આરાધનાઓ થશે. જેમાં સવારે ૮-૩૦ કલાકે  ભકતામર પાઠ જાપ ૯-૩૦ કલાકે 'ચાલો જઇએ ક્ષમાના શિતલ ઝરણે' ઉપર લાક્ષણિક શૈલીમાં પ્રવચન ૧૦.૧પ કલાકે ભવ્યાતિભવ્ય ભકિતરસ તથા લાખેણા ઇનામો તથા વ્યાખ્યન પૂર્ણ થયા બાદ પૂ. મોટા મહાસતીજી જેઓ મહામાંગલિકના ઉપાસક હતા અને તેમનું માંગલિક સાંભળવાનો મહિમા હતો એટલે તેમનું જીવંત માંગલિક સંભળાવવામાં આવશે. વ્યાખ્યાન પછી તુરત જ અંતર આલોચના તથા સાંજે ભાઇઓ-બહેનો-બાળકો-વૃધ્ધો માટે ખૂબજ સુંદર શાતાકારી સુવ્યવસ્થિત પ્રતિક્રમણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભવોભવના પાપ ધોવા માના ધામમાં દર્શન-માંગલિક જાપ આરાધના ચાલુ જ છે.રવીવારના સવારે ૮-૩૦ કલાકે સમુહ ક્ષમાપના ૮-૪પ કલાકે તપસ્વીઓના સમુહ પારણા જેમણે નાલંદા તીર્થધામમાં તપસ્યા કરી હોય તેવા તપસ્વીઓના સમુહ પારણા છે. તીર્થધામમાં તપ-ત્યાગની હેલી ચડી છે. માના ધામમાં દર્શન-માંગલિક જાપ માટે જૈન-જૈનેત્તર સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી અવિરત ચાલુ જ છે આ તીર્થધામની ધરતી પર પૂ. મહાસતીજીની ૧૪ વર્ષની અખંડ પ્રબળ દિવ્ય સાધનાની અનુભૂતિનો અહેસાસ થાય છે. રોજે રોજની વિવિધ પ્રભાવનાઓ-બહુમાન વગેરે ખૂબ જ થઇ રહ્યું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી આદિનાથ ટ્રસ્ટી મંડળ ચંદ્રભકત મંડળ સોનલ સેવા મંડળ સતત જહેમત ઉઠાવી રહ્યા છે પૂ.મોટા મહાસતીજી મહાન ચારિત્યવાન તથા લબ્ધિધારી સાધવી હતા રવીવાર સવારે ૮-૩૦ કલાકે સમુહ પારણા દાનરત્ના શારદાબેન મોદી તરફથી છે.

(3:40 pm IST)