Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

૧૭મીએ નરેન્દ્રભાઈના જન્મદિવસ સંદર્ભે રાજકોટમાં ઢગલાબંધ કાર્યક્રમો : વડાપ્રધાન ઉજ્જવલા યોજના ફેઈઝ - ૨નો પ્રારંભ થશે : કુલ ૧૪૦ કરોડના લોકાર્પણો

રાજકોટ કલેકટર તંત્ર સહિત તમામ ડિપાર્ટમેન્ટના સંયુકત રીતે ૧૪૦ કરોડના લોકાર્પણ અંગે મુખ્ય સચિવની રાજકોટ કલેકટર અને અન્ય જીલ્લા અધિકારીઓ સાથે ખાસ વીસી યોજાઈ

રાજકોટ, તા. ૧૦ : આગામી તા. ૧૭મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સંદર્ભે રાજકોટમાંં શાનદાર ઉજવણી અંગે રાજય સરકારે સ્ટેટ લેવલના કાર્યક્રમો લોકાર્પણ અને ખાતમુહૂર્તનો તબક્કો રાજકોટમાં ગોઠવ્યો છે. આ સંદર્ભે ગઈકાલે રાજયના મુખ્યસચિવ શ્રી પંકજકુમારની રાજકોટ કલેકટર તથા અન્ય અધિકારીઓ સાથે મહત્વની વીસી યોજાઈ હતી. જેમાં વિવિધ સુચનાઓ અપાઈ હતી.

કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ હતું કે સ્ટેટ લેવલના કાર્યક્રમ અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પોતે ૧૭મીએ રાજકોટ આવી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં પુરવઠાની ઉજ્જવલા યોજના ફેઈઝ ૨ નો પ્રારંભ થશે. આ ઉપરાંત વેકસીનેશનના કાર્યક્રમમાં જે ગામોમાં ૧૦૦% અને જે ગામોમાં ૫૦%થી વધુ વેકસીનેશન થઈ ગયુ છે તે અંગે પણ કાર્યક્રમ થશે. તેમજ રાજકોટ કલેકટર તંત્ર સંયુકત તમામ ખાતાઓને થઈને કુલ ૧૪૦ કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત થશે. આ ઉપરાંત રૂડા, કોર્પોરેશનના પણ કાર્યક્રમો યોજાનાર છે. કલેકટર તંત્રે ૧૭મીના આ મહત્વના કાર્યક્રમો અંગે તૈયારીઓ શરૂ કરી છે.

(3:36 pm IST)