Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પત્નિ ઉપર જોરજુલ્મ કરી ત્રાસ આપીને કરીયાવર ઓળવી જતાં સાસરીયા વિરૂધ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ

રાજકોટ તા. ૧૦: રાજકોટ શહેરમાં અનીષાબેન વા./ઓ. ઇમરાનભાઇ ઠીમ ડો./ઓ. અહેમદભાઇ સમા, રહે. રાજકોટવાળાએ તેમના પતિ ઇમરાનભાઇ મહેબુબભાઇ ઠીમ, સાસુ જુબેદાબેન મહેબુબભાઇ ઠીમ, દેર અફઝલ મહેબુબભાઇ ઠીમ, તથા દેરાણી અજીજાબેન અફઝલભાઇ ઠીમ, રહે. મોરભાઇના ડેલા પાસે, સ્કુલ નં. ર પાસે, લીંબડી, તા. જી. સુરેન્દ્રનગરવાળા સાસરીયા વાળાઓ સામે પત્ની અનીષાબેને ધ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ રાજકોટની કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

ફરીયાદની ટુંક હકીકત ફરીયાદીના નિકાહ તા. ૩૧-૮-ર૦૧૯ના રોજ આરોપી ઇમરાનભાઇ મહેબુબભાઇ ઠીમ સાથે રાજકોટ મુકામે મુસ્લીમ શરીયત મુજબ અને મુસ્લીમ રીતરીવાજ મુજબ થયેલા અને ફરીયાદીને તેમના માતુશ્રીએ આપેલ લગ્નનો સામાન, સ્ત્રીધન, કરીયાવર, સોના-ચાંદીના દાગીઓ, ફર્નિચર, કિંમતી કપડાઓ વિગેરેએ તમામ સામાન લઇ પતિ ઇમરાનભાઇ મહેબુબભાઇ ઠીમ તેમના સંયુકત કુટુંબમાં સહલગ્નજીવન ગુજારવા તેડી ગયેલા ત્યાં ફરીયાદી, પતિ ઇમરાન, સાસુ જુબેદાબેન, દેર અફઝલ તથા દેરાણી અજીજાબેન સાથે રહેતા અને ફરીયાદી સાથે લગ્ન સમયે જ સાસરીયાવાળાઓએ પતિના અગાઉના નિકાહ અને ઉંમર તથા ક્રિકેટના સટ્ટા અને વરલી-મટકાના ધંધા અંગે ખોટું બોલી છેતરપીંડી કરેલી અને પતિએ અગાઉની બે પત્નીને તેમના બાળકો સાથે કાઢી મુકેલ. ફરીયાદીની હાલત નિકાહબાદ સાવ બિમાર જેવી થઇ ગયેલી અને પત્નીનું પતિ દ્વારા ભયંકર રીતે શારીરીક શોષણ થતું જેથી પતિના આવા દુષ્કૃત્યોના કારણે ફરીયાદીની હાલત બદતર કરી નાખેલી અને પતિ દ્વારા ફરીયાદીનું શારીરીક શોષણ કરતા ત્યારબાદ ફરીયાદીને પતિ, સાસુ, દેર-દેરાણી અને નણંદે ઘરની બહાર જવાની મનાઇ ફરમાવી દીધેલ.

ફરીયાદીની બચત રૂ. ૩૦,૦૦૦/- લઇ લીધેલા તે આપતા નહીં અને સાસરીયાવાળાઓે કાવતરૂ રચી તા. ૬-પ-ર૦ર૦ના રોજ પતિ ઇમરાન સાથે ફરીાયદીને રાજકોટ મુકામે ભાડાના મકાનમાં મોકલી દઇ પતિ તા. ૧ર-ર-ર૦ર૧ના રોજ ફરીયાદીને મુકીને નીકળી ગયેલો અને તા. ર૬-ર-ર૦૧નાં રોજ મકાન માલીકે મકાન ખાલી કરાવેલું ત્યારથી અરજદારને તરછોડીને પતિ જતો રહેલો અને પત્ની દ્વારા સ્ત્રીધન, કરીયાવર તથા ફરીયાદીની રકમ રૂ. પ૦,૦૦૦/- તથા ફરીયાદીની બચતની રકમ રૂ. ૩૦,૦૦૦/- ની માંગણી કરતા સાસરીયાવાળાઓે ન આપતા અને ફરીયાદી પત્નીની સાસરીયાવાળાઓએ કોઇ દેખરેખ, સારસંભાળ અને ભરણપોષણ ન કરતા પતિ, સાસુ, દેર-દેરાણીઓના શારીરીક, માનસીક, દુઃખ ત્રાસના કારણે ફરીયાદીએ તેમના સાસરીયા વાળાઓ સામે ઉપરોકત હકીકતો તથા બનાવો વાળી ફરીયાદી ફરીયાદીએ રાજકોટની ફોજદારી કોર્ટમાં ઘરેલું હિંસાના કાયદા હેઠળ અરજી દાખલ કરેલી છે.

આ કામમાં ફરીયાદી અનીષાબેન ઇમરાનભાઇ ઠીમ રાજકોટના સીનીયર એડવોકેટ મહેશ સી. ત્રિવેદી, કિરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્યામ અકબરી, મયુર પંડયા, હર્ષ આર. ઘીયા, હર્ષ ત્રિવેદી રોકાયેલા હતા.

(3:36 pm IST)