Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

વિદેશમાં રહીને વતન ગુજરાતમાં સેવાની સુવાસ પ્રસરાવતો દાવડા પરિવાર

રાજકોટ, તા. ૧૦: યુ.કે.ના મીનાબેન જગદીશભાઇ દાવડા તથા જગદીશભાઇ હિંમતલાલ દાવડા, રાધીકા જગદીશભાઇ દાવડા (લંડન), ભજન અને ગાવાના કાર્યક્રમો કરીને તેમાં થતી આવક ગૌમાતા માટે વાપરીને વર્ષોથી સદકાર્ય કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમની સાથે ભાવનગરના નિવ ફાઉન્ડેશનના નરેશભાઇ દવે તથા શ્રીમતી ઇલાબેન દવે પણ તેમની સાથે જોડાયા છે.

ગાયો માટે ધાબળા, પાણીની કુંડીઓ વોટર કુલર, સીલીંગ ફેન, ગૌશાળામાં ગાયોને લાવવા / લઇ જવા એક ટેમ્પો, માંદી ગાયો માટે જમવાનું આપવા માટે સ્ટીલની થાળીના સેટ, હેન્ડલુમનાં તગારા, ગાયોને ઉનાળામાં ગરમીના લાગે તે માટે ફરતી લીલીનેટ બંધાવે છે. ગાયોને શીયાળામાં ઠંડીના લાગે તે માટે ફરતુ પ્લાસ્ટીક બંધાવે છે. તેમણે રૂવાપરી પાસે મોમાઇમાનું મંદિરનું ઘોઘા રામીયરબાપાનું મંદિરનું કામ પુરૂ કરાવેલ છે. રૂવા બજરંગદાસબાપાની મઢુલીએ બ્લોક નખાવીને રોડ કરાવી આપેલ છે ત્યાં પણ પાણીનું વોટર કુલર આપેલ છે. નિયમિત કુતરાઓ/ ગલુડીયાઓને દૂધ, બીસ્કીટ તેમજ ચકલાને ચણ નખાવે છે. કોરોના લોકડાઉનમાં ૪૦૦ થી વધારે ગરીબોના ઘરમાં સીધાની કીટો આપેલ ે. કોરોના દરમ્યાન અલગ અલગ સ્મશાનોમાં લાકડાઓ અંતિમ સંસ્કારો માટે આપેલા છે. કોરોના દરમ્યાન હોસ્પિટલોમાં દર્દીઓને મોસંબી જયુસ તથા ખાખરાઓના પેકેટ તથા સેવ-મમરાઓના પેકેટ તેમજ ફૂટ આપેલા છે. વિદેશમાં રહીને પણ દેશવાસીઓ માટે વિચારવું અને નિઃસ્વાર્થ સેવા કરવીએ ખરેખર સરાહનીય છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, ધીરેન્દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, રમેશભાઇ ઠક્કર, એડવોકેટ કમલેશભાઇ શાહ સહિતાનાની ટીમે મીનાબેન દાવડાનાં વતન પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાને બિરદાવ્યાં છે.

(3:35 pm IST)