Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાજકોટ હેમ રેડીયોમાં હવે ૧૪૫ ઓપરેટરઃ ૩૫ લોકો થયા પાસ

 રાજકોટઃ રાજકોટ એમેચ્યોર રેડીયો કલબ તથા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે હેમ રેડીયોની તાલીમનું આયોજન કરવામાં આવેલ. વાયરલેસ પ્લાનીંગ અને કો- ઓર્ડીનેશન વીંગ ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ ખાતે હેમ રેડીયોની પરીક્ષામાં કુલ ૫૯ ઉમેદવારો ઉતીર્ણ થયેલ છે.

આ અગાઉ રાજકોટ ખાતે હેમ રેડીયોની બે વખત પરીક્ષા યોજવામાં આવેલ તે મુજબ રાજકોટમાં કુલ ૧૧૦ જેટલા હેમ રેડીયો લાયસન્સ ધારક હતા. જેમાં ૩૫નો વધારો થતા હાલ ૧૪૫ જેટલા હેમ રેડીયો ઓપરેટર રાજકોટ ખાતે ઉપલબ્ધ થયેલ છે.આ તકે સૌરાષ્ટ્ર એમેચ્યોર રેડીયો કલબના પ્રમુખ એન.એન.ઝાલા, ઉપપ્રમુખ પ્રો.જોષી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), મહામંત્રી રમેશભાઈ જાટીયા, સિનિયર હેમ વિ.જે. જાડેજા તથા હેમ મેમ્બરો ધવલગીરી ગોસ્વામી, નિશાત જોષી તથા હરેશભાઈ છાંટબાર ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ હેમ રેડીયો કલબ દ્વારા ભૂતકાળમાં વાવાઝોડા, ધરતીકંપ જેવી આપતીઓમાં ગુજરાત તેમજ દેશભરમાં અને નેપાળમાં ધરતીકંપમાં કોમ્યુનિકેશન માટે સેવાઓ આપી હતી. હેમ રેડીયોમાં જોડાવા માંગતા લોક વિજ્ઞાન ભવન ખાતે નિલેશભાઈ રાણાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:33 pm IST)