Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ભાજપ કાર્યાલયે વાજતે ગાજતે દૂંદાળા દેવનું સ્થાપન : ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ : આજે ગણેશ ચતુર્થીના શુભ દિનથી ૧૯મી સુધી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિ હોય સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન સાથે  શહેર ભાજપ કાર્યાલય ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ઘ્વારા છેલ્લા ૧૪ વર્ષથી લગલગાટ સફળતાભર્યુ અને આયોજન શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિઘ્ધિ વિનાયક ધામ ખાતે થાય છે. આ વર્ષે ગણપતિ મંગલ મહોત્સવનું સતત ૧પમાં વર્ષે હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સાદગીભર્યુ આયોજન કરવામાં આવેલ છે. આજે કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારઘ્વાજ, રામભાઈ મોકરીયા, ઉદય કાનગડ, ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડો. પ્રદિપ ડવ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયા સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. 'ગણપતિ આયો બાપ્પા, રિઘ્ધી સિઘ્ધી લાયો'ના નાદ સાથે ગણપતિદાદાની વરણાંગી નીકળી હતી અને ભાવ–ભકિતપૂર્વક ગજાનનદાદાનું સ્થાપન કરાવામાં આવ્યું હતું  ત્યારે ગણપતિદાદા સ્થાપન પૂજામાં  શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ, મીનાબેન પારેખે લ્હાવો લીધો હતો અને મહાઆરતી ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવી હતી. આ તકે ઢોલ અને શરણાઈના સથવારે 'ગણપતિ આયો બાપા રિઘ્ધી સિઘ્ધી લાયો'ના નાદ સાથે અને બેન્ડની સૂરાવલિ, આતશબાજી અને મહિલા મોરચા ઘ્વારા રાસની રમઝટ સાથે  પૂજન–અર્ચન– આરતી બાદ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. દરરોજ સાંજે ૭:૦૦ કલાકે વિવિધ અગ્રણીઓ દ્વારા મહાઆરતી થશે. જેમાં આજે વોર્ડ નં.૧ અને વોર્ડ નં.ર ના કાર્યકર્તાઓ મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે.  આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, કાર્યાલય પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:31 pm IST)