Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સફેદ ઉંદરનું આકર્ષણ જમાવતા જે. કે. ચોકમાં ગણેશજીની રમ્ય મુર્તિનું સ્થાપન

રાજકોટ તા. ૧૦ : આજે ગણેશ ચતુર્થી સાથે જે. કે. ચોકમાં ગણેશ મહોત્સવનું આયોજન શિવ શકિત યુવા ગ્રુપ દ્વારા કરાયુ છે. છેલ્લા ૧૧ વર્ષથી અહીં દુંદાળા દેવનું સ્થાપન થાય છે અને દાદાની મુર્તિ ફરતે પ્રદક્ષિણા કરતા સફેદ ઉંદર અહીંનું આકર્ષણ બની રહે છે.

ત્યારે આ વષે કોવિડ ૧૯ ની ગાઇડ લાઇનના પાલન સાથે મર્યાદીત આયોજન કરાયુ છે. સાદગીપૂર્ણ છતા ગરીમાપૂર્ણ મહોત્સવ બની રહે તે માટે શિવ શકિત યુવા ગ્રુપના જે. કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ કુલદિપસિંહ જાડેજા, બલરાજસિંહ રાણા સહીત ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:31 pm IST)