Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પેપર આર્ટથી ગણેશજીની થ્રીડી પ્રતિકૃતિનું નિર્માણ

રાજકોટ : આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે અહીંના યુવા કલાકાર અને શિક્ષક નિકુંજ આર. વાગડીયાએ પેપર આર્ટથી થ્રીડી ઇમેજવાળા ગણેશજીનું કલરફુર પોસ્ટર તૈયાર કરી અનોખી રીતે ગણેશ ભકિત અદા કરી છે. ઉલ્લેખનીય છે કે નિુકંજભાઇ તલના દાણા પર અંગ્રેજી વર્ણમાલા લખી ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કિર્તીમાન સ્થાપી ચુકયા છે. ખાસ ગણેશ મહોત્સવ ધ્યાને લઇ તેઓએ પેપર એન્જીનીયરીંગ આર્ટથી રંબેરંગી કાગળના ૧૦૮ ટુકડાઓની મદદથી ગણેશજીનું સરસ ચિત્ર તૈયાર કર્યુ છે. ખાસ કરીને બાળકો થ્રીડી ચિત્રથી આકર્ષિત થાય તે તેમનો હેતુ છે. તેઓ આ રીતે સેંકડો થ્રીડી મોડેલ્સ તૈયાર કરી ચુકયા છે. તસ્વીરમાં કાગળના ૧૦૮ ટુકડાથી તૈયાર કરેલ શ્રી ગણેશજીના થ્રીડી પોસ્ટર સાથે નીકુંજ વાગડયા (મો ૮૪૦૧૦ ૯૬૬૬૦) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

(3:30 pm IST)