Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જ્યુબેલી શાકમાર્કેટ-રૈયા રોડ-કાલાવડ રોડ-આનંદ બંગલા સહિતના વિસ્તારમાંથી રેકડી-કેબીનના દબાણો હટાવાયા

૧૨૯ પરચુરણ માલસામાન, ૧૧૪૨ કિલો શાકભાજી-ફળ જપ્ત કર્યાઃ હોકર્સ ઝોનમાં ચેકીંગઃ ૧.૦૧ લાખનો વહીવટી-મંડપ ચાર્જ વસુલ્યો

રાજકોટ, તા.૧૦ :. દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા સપ્તાહમાં શહેરનાં વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી ૧૨૯ રેકડી,કેબીન તથા પરચુરણ માલ સામાન તથા ૧૧૪૨ કિલો શાકભાજી , ફળ જપ્ત કરી દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સાતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૨ સપ્ટેમ્બર થી તા.૮ સપટેમ્બર સુધીમાં છોટુનગર, ભકિતનગર સ્ટેશન, ગાયત્રી નગર, આઝાદ ચોક, નાના મૌવા રોડ, ૮૦ ફુટ રોડ, મોરબી રોડ, જયુબેલી માર્કેટ,રૈયા રોડ,સદર બજાર, જંકશન રોડ, ઢેબર રોડ,માલવીયા ફાટક સામે,લોધેશ્વર, આનંદ  બંગલા રોડ, જામનગર રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, , ક્રુષ્ણનગર મેઈન રોડ, ભિમનગર રોડ, પુષ્કરધામ રોડ,રૈયા  રોડ, કાલાવડ રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, જકાત નાકા, માર્કેટીંગ યાર્ડ સહિતનાં વિસ્તારોમાંથી ૪૫ રેકડી-કેબીન, ૮૪ પરચુરણ માલ સામાન તથા ૧૧૪૨ કિલો શાકભાજી-ફળ સહિત જપ્ત કરવામાં અવ્યા હતા.

વહીવટી-મંડપ ચાર્જ

જયારે  જયુબેલી માર્કેટ, યુનિ.રોડ, સંતકબીર રોડ પરથી ૨૭,૨૬૫નો મંપ ચાર્જ તથા રેસકોષ, કરમસિંહજી રોડ,  આનંદ બંગલા ચોક, અશોક ગાર્ડન, રૈયા રોડ, લાખાજીરાજ રોડ, એરપોર્ટ રોડ, લકસ્મીનગર રોડ,  મવડી રોડ,૧૫૦ રિંગ રોડ, અયોધ્યા ચોક,શીતલ પાર્ક, ભાવનગર રોડ, કોઠારીયા રોડ પરથી રૂ. ૭૪,૨૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પુષ્કરધામ હોકર્સઝોન, સાધુવાસવાણી હોકર્સઝોન, ચંન્દ્રેશનગર હોકર્સઝોન, જયુબેલીમાર્કેટ, ધરાર માર્કેટ, ભકિતનગર,  હુડકો માર્કેટ સહિતનાં હોકર્સ ઝોનમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું.

(3:24 pm IST)