Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

લેન્ડ ગ્રેબિંગના કડક કાયદાનો ૧૩ દિવસમાં ૪ સામે કોરડો વીંઝાયો

રાજકોટ જિલ્લા,જામનગર,દેવ ભૂમિ દ્વારકા અને મોરબી બાદ હવે સુરેન્દ્રનગરમાં જમીનો પર કબ્જો કરનાર સામે તવાઈનો બીજો રાઉન્ડ કલેકટરની મદદથી શરૃ કરાવતા રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ : રાજકોટ સુધી છેડો લંબાયો, સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શનમાં વિભાગીય પોલીસ વડા હિમાંશુ દોશી ટીમ દ્વારા ફરી સપાટો, ઉતર સૌરાષ્ટ્રમાં આ ઝુંબેશ ચાલુ જ રહેશે રાજકોટ રેન્જ ડીઆઈજી

 રાજકોટ તા.૧૦, ખાનગી મકાન તથા જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવતા શખ્શો સામે આકરામાં આકરી કાર્યવાહી કરી અરજદારોને સંતોષ અને અન્ય લોકો આવા કાર્ય કરવાથી દૂર રહે તે માટે પોતાની રેન્જ હેઠળના તમામ જિલ્લાઓમાં કડક હાથે કામ લેવા માટે ખાસ રણનીતિ તૈયાર કરનાર રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં એસપી તથા વિભાગીય વડા સાથે મસલત કર્યાં બાદ ફરી નવો રાઉન્ડ શરૃ કરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ૧૩ દિવસમાં ૪ ગુન્હા દાખલ કર્યા હોવાનું 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

 અત્રે યાદ રહે કે લેન્ડ ગ્રેબિંગ કેસમાં દશ વર્ષથી ઓછી નહિ અને ૧૪ વર્ષ સુધી જેલ સજાની જોગવાઈ છે, પોલીસ દ્વારા ચાલતી કવાયતમાં સુરેન્દ્રનગર કલેકટર શ્રી.ઓરંગાબાદકરનો સહકાર પણ મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના જિલ્લાના વિવિધ ગામોમાં અલગ અલગ પોલીસ મથકમાં ૪ ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે, એક મામલામાં અરજદાર તથા સામાવાળા દ્વારા સ્વેચ્છાએ સમાધાન કરવામાં આવેલ છે, સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી જેમના દ્વારા ચાલી રહી છે તેવા વિભાગીય વડા હિમાંશુ દોશી દ્વારા જણાવાયું છે.                              

 સુરેન્દ્રનગરના ફરિયાદી પ્રદીપભાઈ દવે દ્વારા રાજકોટના ઇમતીયાઝ ખાન પઠાણ, સુરેન્દ્રનગરના યસુફખાન,  પરવેઝ ખાન સામે જમીન પર ગેરકાયદે કબ્જો કરવાની ફરિયાદ આધારે કાર્યવાહી થયેલ છે.

 પોલીસ સૂત્રોના કથન મુજબ વઢવાણના હરેશભાઈ સાવકિયા દ્વારા જેમના પાસેથી જમીન ખરીદી હતી, તેવા નરેન્દ્રસિંહ સામે જ જમીનનો ગેરકાયદે કબજો જમાવવાની ફરિયાદ આધારે કાર્યવાહી કરવામાં આવેલ છે. 

આજ રીતે અન્ય ફરિયાદ આધારે કાર્યવાહી થયેલ છે, તે આ મુજબ છે

૩. ફરીયાદી- જેસાભાઈ ઉર્ફે પ્રદીપભાઈ સોંડાભાઈ મકવાણા જાતે.ત.કોળી રહે.ભેટ તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાની માલીકીની મોજે.ભેટ તા.મુળી જુનો સર્વે.નં.૧૯૬ પૈકી ૧ નવો સર્વે નં.૫૦ હે.આરે.ચોમી.૦-૮૦- ૬૧ વાળી સીમ જમીનનો આ કામના આરોપીઓ-(૧) હરેશભાઈ શીવાભાઈ ગાંગડીયા (૨) જનકભાઈ શીવાભાઈ ગાંગડીયા (૩) અવલબેન શીવાભાઈ ગાંગડીયા રહે. તમામ ભેટ તા.મુળી વાળાઓએ સીમ જમીનનો ગેરકાયદેસર રીતે કબ્જો કરી પચાવી પાડી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે બાબતે મુળી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન.૧૧ર૧૧૦૩૫ર૧૦૪૧૩ આઇ.પી.સી કલમ ૪૪૭,૧૧૪ તથા ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ની કલમ- ૪(૧),(૨),(૩), ૫(ક),(ગ),(ચ) મુજબ તા.૦૭/૦૯/૨૦૨૧ રોજ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. આ કામે ઉપરોકત ત્રણેય આરોપીઓને તા.૦૯/૦૯/૨૦૨૧ ના રોજ અટક કરવામાં આવેલ છે.

 ૪. ફરીયાદી- ચમનભાઈ લાલજીભાઈ સવાભાઈ વાઘેલા જાતે.અનુ.જાતિ રહે.હાલ અમદાવાદ અમરાઈવાડી રબારી કોલોની રોડ ભીલવાસ સામે બળીયાનગર લાઈન નં.ર મકાન નં.૧૮૯ મુળ ગામ દેદાદરા તા.વઢવાણ વાળાઓની સંયુકત માલીકની મોજે.દેદાદરા તા.વઢવાણ નવો સર્વે નં.૧૬૪૯ હે.આરે.૧-૬૧- ૬૧ વાળી જમીન જે ચાર એકર છે તેમાંથી અડધી જમીન એટલે કે બે એકર ઉત્તર બાજુની જમીનનો આ કામના આરોપીઓ - વિપુલભાઇ ગોવિંદભાઈ વાઘેલા (૨) કૌશીકભાઇ ગોવિંદભાઈ વાઘેલા રહે.બન્ને દેદાદરા તા.વઢવાણ વાળાઓએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી પચાવી પાડી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે બાબતે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન.૧૧૨૧૧૦૫૫૨૧૦૫૫૩ આઇ.પી.સી કલમ ૪૪૭,૧૧૪ તથા ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ- ૨૦૨૦ની કલમ-૪(૧), (૨), (૩), ૫પ(ક),(ગ),(ચ) મુજબ તા.૦૯/૦૯/૨૦૨૧ રોજ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

 ઉપરોકત ચારેય ગુન્હાઓમાં કાયદાની જોગવાઇ મુજબ કલેકટરશ્રીનો હુકમ મેળવી, આ કાયદાની કલમો હેઠળનાં ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ વિરૃધ્ધ સુરેન્દ્રનગર જીલ્લાનાં સુરેન્દ્રનગર સીટી બી ડિવીઝન પો.સ્ટેમાં બે ગુન્હા તથા મુળી પો.સ્ટેમાં એક ગુન્હો તથા વઢવાણ પો.સ્ટેમાં એક ગુન્હો ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહીબીશન) એકટ-૨૦૨૦ હેઠળ ગુન્હાઓ નોંધાયેલ છે. ઉપરોકત ચારેય ગુન્હાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.પી.દોશી સુરેન્દ્રનગર ડિવીઝનનાઓ ચલાવી રહેલ છે. 

(1:23 pm IST)