Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ડિઝાઇન અંગેની માનસિકતામાં પરિવર્તન : શૈલી ત્રિવેદી

ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરીયર ડીઝાઇનર્સ રાજકોટ સેન્ટરના પ્રમુખપદે શૈલી ત્રિવેદ દ્વારા બે વર્ષનું વિઝન જાહેર : ઇલેકટ ચેરપર્સનપદે રચેશ પીપલીયા IIID તરીકે ઓળખાતી આ સંસ્થાની ૧૯૭૨ માં સ્થાપના થયેલી : આજે ભારતભરમાં ૩૧ ચેપ્ટર અને કેન્દ્રોમાં ૮ હજારથી વધુ સભ્યો

રાજકોટ તા. ૧૦ :  ભારતના સુપ્રસિધ્ધ ઇન્ટીરીયર ડીઝાઇનર  શ્રી શૈલી ત્રિવેદીએ ઇસ્ન્ટિટયુટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરીયર ડીઝાઇનર્સ (આઇઆઇ આઇડી) ના રાજકોટ ચેપ્ટરના ચેરપર્સન તરીકે જવાબદારી સંભાળતા તાજેતરમાં શપથ સમારોહ યોજાયો હતો.

શ્રી ત્રિવેદીએ આઇ.ડી. હરેશ પરસાણા પાસેથી બે વર્ષના કાર્યકાળ માટે ચેપ્ટરના વડા તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ સંસ્થામાં આર્કીટેકટ, ડીઝાઇનર્સ, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહીત ૩૩૦ થી વધુ સભ્યો છે. હરેશ પરસાણાના નેતૃત્વ હેઠળ રાજકોટ ચેપ્ટર સક્રીય રીતે વિકસ્યુ છે.

શ્રી શૈલી ત્રિવેદીએ બે વર્ષ માટે સંસ્થાને વૃધ્ધિ તરફ લઇ જવા નવી કાર્યકારી પરિષદ રચી હતી. નવી કાઉન્સીલ ૨૦૨૧-૨૩ ના ચુંટાયેલા સભ્યોમાં રચેશ પીપળીયા ચેરપર્સન ઇલેકટ, હરેશ પરસાણા ઇમી. પાસ્ટ પ્રેસીડેન્ટ, જગદીશ હરીયાણી વાઇસ ચેરપર્સન, દર્શીતા જોશી સેક્રેટરી, વિશાલ પટોલિયા જોઇન્ટ સેક્રેટરી, જીજ્ઞેશ ધ્રાંગા ટ્રેઝરર, મયુર મહેતા જોઇન્ટ ટ્રેઝરર તરીકે સેવા આપશે. નવી વર્કીંગ કમીટીમાં મેમ્બરો તરીકે તેજસ રાવલ, હાર્દીક લાખાણી, કુશળ શાહ, વિરલ પટેલ, દીપક મહેતા, નેહલ મણીયાર, જયેશ પટેલ, મિતલ ચૌહાણ, સુરજ કાનાબાર, જાનકી હકાણી, જયદીપ મારવણીયા, રીમા પટેલ, ભાવેશ મલકાન, વિપુલ હીરપરા, દેવાંશી વ્યાસ, નિશિતા દાસાનીનો સમાવેશ કરાયો હતો. જયારે એડવાઇઝરી કમીટીમાં વિરલ સીલહર, મૌતિક ત્રિવેદી, કિરીટ ડોડીયા, આનંદ શાહ, ભરત હપાણી, કાર્તિક ભટ્ટ સેવા આપશે. વિઝન ટીમમાં દેવાંગ પારેખ અને પરાગ ઉદાણી કાર્યરત રહેશે.

આ કાર્યક્રમમાં ઈન્સ્ટીટયુટના રાષ્ટ્રીય પ્રેસીડેન્ટ ઇલેકટ બી. કે. તનુજા, રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી ગાયત્રી શેટ્ટી ઉપસ્થિત રહેલ. તેમજ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ, આરબીએ પ્રમુખ પરેશભાઇ ગજેરા, એસીસીઇ પ્રમુખ ધર્મેન્દ્ર મીરાણી, ડે. કમિશ્નર ચેતન નંદાણી, કદંબરી દેવીએ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે નવનિયુકત પ્રમુખ શૈલી ત્રિવેદીએ ર વર્ષની યોજના વિષે સૌને માહીતગાર કર્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે જેમ જેમ આપણે પેન્ડેમિકના ભયમાંથી બહાર નિકળતા જઇએ છીએ તેમ લોકો ભૌતિકવાદ તરફની આંધળી દોટ મુકીને આરોગ્ય અને સાર્વત્રિક મુલ્યોના મહત્વને સ્વીકાર્યુ છે. ડીઝાઇન અંગેની માનસિકતામાં પરિવર્તન, બાળ બજુરી પ્રત્યે જાગરૂકતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સંસધાનોની પસંદગી અને લાંબાગાળાની અસરો જેવા મુદ્દે કામ કરવા રાજકોટમાં આડીઝાઇનોર આતુર છે. ન્યાયી મુલ્ય આધારીત સીસ્ટમ બનાવવા માટે માનવજાતની સુધારણા માટે સર્વગ્રાહી હેતી સાથે રીસ્પોન્સીબલ ડીઝઝઇન બનાવવી તે આગામી ર વર્ષ માટે અમારો પ્રયત્ ન રહેશે.

ઉલ્લેખનજીય છે કે આઇઆઇઆઇડી તરીકે ઓળખાતી ભારતીય આંતરિક ડીઝાઇનરોની સંસ્થા ૧૯૭૨ માં તેના સભ્યો વચ્ચે સારી વ્યવસાયીક અને વેપાર પધ્ધતીઓ અને નીતિશાસ્ત્ર સ્થાપિત કરવા અને આંતરિક ડીઝાઇન વ્યવસાયની છબીને પ્રકાશિત કરવા અને વધારવા અને દેશ વિદેશમાં સમાન સંસ્થાઓ સાથે વિનિમય કરવા માટે સ્થપવામાં આવી હતી. આજે ભારતભરમાં ૩૧ ચેપ્ટર અને કેન્દ્રોમાં ૮ હજારથી વધુ સભ્યો સાથે આઇઆઇઆઇડી દેશની સાથે સાથે વૈશ્વિક સ્તરે આંતરિક ડીઝાઇન બંધુત્વનો સાચો પ્રતિનિધિ બની રહેલ છે. તેમ ચેરપર્સન શ્રી શૈલી ત્રિવેદી (મો.૯૯૭૮૬ ૦૨૭૩૬) એ અંતમાં જણાવ્યુ હતુ. 

(11:09 am IST)