Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

છૂટાછેડા થઇ ગયા બાદ ગુમસુમ રહેતાં ખોડિયારપરાના વિશાલે ફાંસો ખાધો

ફઇનો દિકરો જોઇ જતાં બચાવી લીધોઃ ગંભીર હાલતમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૦: આજી વસાહત એંસી ફુટ રોડ પર ખોડિયારપરામાં રહેતાં વિશાલ રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) નામના વણકર યુવાને રાતે દસેક વાગ્યે છતમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં એ વખતે જ તેના ફઇનો દિકરો આવી જતાં બચાવી લઇ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં સારવાર હેઠળ છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ થોરાળા પોલીસને જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વિશાલ એક બહેનથી મોટો અને માતા પિતાનો એક જ આધારસ્તંભ છે. તે મોબાઇલ ફોનની દૂકાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ ત્રણેક મહિના પહેલા તેના લગ્ન થયા હતાં. પરંતુ બે મહિનામાં જ છુટાછેડા થઇ ગયા હતાં. આ પછી તે સતત ગુમસુમ રહેતો હતો. આ કારણે જ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભાનમાં આવ્યે પોલીસ તેનું નિવેદન નોંધશે. 

(11:08 am IST)