Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ઇન્‍દીરાનગરમાં હિતેષ જાદવના મકાનમાં દરોડો : જુગાર રમતા ત્રણ પકડાયા

ડીસીપી ઝોન-ર ની એલ.સી.બી.નો દરોડો : મકાન માલીક હિતેષ તથા નિલેશ અને પ્રકાશની ધરપકડ

રાજકોટ, તા. ૧૦ : રૈયાધાર ઇન્‍દીરાનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ડીસીપી ઝોન-રની એલ.સી.બી.ની ટીમે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયાધાર ઇન્‍દીરાનગરમાં એક મકાનમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ઝોન-રની એલ.સી.બી.ના કોન્‍સ. મનિષભાઇ સોઢીયા સહિતે ઇન્‍દીરાનગરમાં આવેલ મકાનમાં દરોડો પાડી તીનપતિ નો જુગાર રમતા મકાન માલીક હિતેષ જેન્‍તીભાઇ જાદવને પકડી લઇ રૂા.૧૦,૩૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. સીધ્‍ધરાજસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(4:48 pm IST)