Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કાલે ગોંડલમાં રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા શ્રી દશામાનો દેવ ડાયરો : દેવીપૂજક સમાજ ઉમટશે

જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા મહાપ્રસાદ : મેંદરડા પંચવટીધામ આશ્રમના સાધ્વી શ્રી ક્રિષ્ના દીદી, રાજકુમાર જયોતિર્મયસિંહજી (ગોંડલ સ્ટેટ), રમેશભાઇ ધડુક, ગણેશસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે

રાજકોટ, તા. ૧૦ :  ગોંડલમાં કાલે તા. ૧૧ ને ગુરૃવારે રક્ષાબંધન-પૂનમ નિમિત્તે દાસીજીવણ પાર્ટી પ્લોટ, જેતપુર રોડ ખાતે ગોંડલ પાલિકાના દંડક અને ''મિશન સન્ડે સ્લમ ડે''ના સ્થાપક રાજેન્દ્રસિંહ જાડેજા (રાજભા) દ્વારા શ્રી દશામાના ભવ્ય દેવડાયરાનું આયોજન કરાયું છે. જેની વિગતો ''અકિલા'' કાર્યાલયે આયોજક રાજેન્દ્રસિંહ જાડેજા,  પત્રકાર જીતેન્દ્ર આચાર્ય તથા દેવીપૂજક સમાજના આગેવાનોએ આપી હતી.

ગોંડલ શહેરમાં નગરપાલીકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા શ્રી દશામાના ભવ્ય દેવડાયરાનું આયોજન તા. ૧૧ ને ગુરૃવારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કલાકારશ્રીઓ તરીકે જીવરાજભાઇ કુંઢીયા તથા સુરેશભાઇ સાથડીયા અને રવજીભાઇ વાહણકીયા રહેશે. તથા અતિથી વિશેષ તરીકે રાજકુમાર જયોતિર્મયસિંહજી (ગોંડલ સ્ટેટ) તથા સાંસદ રમેશભાઇ ધડુક તથા યુવા અગ્રણી ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ અંગર્તત સાંજે ૭ થી ૯ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં હજારો લોકો માટે મહાપ્રસાદનું આયોજન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તરફથી કરવામાં આવ્યું છે. આ દેવડાયરાના મુખ્ય સહયોગી ગોંડલ શહેર તાલુકામાં વસતા તમામ દેવીપૂજક સમાજ છે.

રાજેન્દ્રસિંહ જાડેજા છેલ્લી ચાર ટર્મથી નગરપાલિકાના સદસ્ય તરીકે ચૂંટાઇને આવે છે ખાસ કરીને રવિવારનો દિવસ તમામ લોકો માટે રજાનો હોય પરંતુ રવિવારના દીવસે રાજેન્દ્રસિંહ દ્વારા કોઇપણ રજા વગર 'મિશન સન્ડે સ્લમ ડે' સ્લમ વિસ્તારોમાં જઇ એક-એક વ્યકિતની મુલાકાત લઇ સ્થળ પર જ પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ કરે છે. આ સાથે સોમવારના દિવસે 'મદદના ચોરા' નામનો કાર્યક્રમ કરી કોઇ ઓફીસ કે જાકમ જોળ વગર વૃક્ષના છાયળા નીચે બેસી નગરજનનો ના પ્રશ્નોનું નિરાકરણ કરવા પ્રયત્ન કરે છે. ગોંડલ શહેરમાં તાજેતરમાં જ ઝૂંપડપટીમાં રહેતા ૧૬૬ (એકસો છાંસાઠ) પરીવારો માટે પંડીત દીનદયાળ યોજના અંતર્ગત  પાકા મકાનો બનવાનું કામ ગતિમાં છે. ગોંડલ શહેર તાલુકામાં એક પણ શ્રમજીવી પરીવાર પોતાના ઘરના ઘર વગરનું ન રહે તેવી રાજેન્દ્રસિંહજીની નેમ છે. સરકારશ્રીની તમામ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેના માટે સતત દિન-રાત મહેનત કરતા હોય છે.રાજેન્દ્રસિંહ એ જણાવ્યું કે દવીપૂજક સમાજ ખુબ જ માતાજી પ્રત્યે શ્રધ્ધા ધરાવે છે તાજેતરમાં જ દશામા ના વ્રત પૂર્ણ થયા છે. દેવડાયરામાં માતાજીના ગુણગાન સાંભળવા તે દેવીપૂજક સમાજને ખુબ જ પ્રીય હોય છે આ દેવડાયરાના નેજા હેઠળ સમગ્ર દેવીપૂજક સમાજને એકત્રીત કરી સરકારશ્રીની તમામ યોજનાઓ પ્રત્યે જાગૃત થાય તથા સમાજની એકતા જળવાય રહે તથા ભવિષ્યની પેઢી માટે શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા તે મારો શુભ હેતુ છે. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દેવીપૂજક સમાજને પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

ગોંડલ શહેર તથા તાલુકા દેવીપૂજક સમાજ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જય મોટવાણી, હરદેવસિંહ જાડેજા, ભુપતભાઇ ડાભી, અનિરૃધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા,  મગનભાઇ ઘોણીયા, સહદેવસિંહ જાડેજા, પ્રવિણભાઇ રૈયાણી, અલ્પેશભાઇ ઢોલરીયા, અશોકભાઇ પીપળીયા, પ્રફુલભાઇ ટોળીયા, ચંદુભાઇ દૂધાત્રા, ભગવાનજીભાઇ રામાણી,  ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાવનાબેન પ્રવિણભાઇ રૈયાણી, ગૌતમભાઇ સિંધવ, ઓમદેવસિંહ જાડેજા, કુરજીભાઇ ભાલાણી, ભાર્ગવભાઇ આંદીપરા, ઘનશ્યામભાઇ કાછડીયા, મયુરસિંહ હરદેવસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, કિશોરભાઇ જેઠવા, રવીભાઇ કાલરીયા, કિશનભાઇ ઠુંમર સહિતના ઉપસ્થિત રહેશે.

૩૫ થી ૪૦ કિ.મી.નો પ્રવાસ કરીને રૃબરૃ વાયત (આમંત્રણ) અપાયુ

રાજકોટ તા. ૧૦ : ગોંડલમાં કાલે તા. ૧૧ને ગુરૃવારે યોજાનાર શ્રી દશામાના ભવ્ય દેવ ડાયરાનું આમંત્રણ આયોજક અને ગોંડલ પાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા (રાજભા)એ ૩૫ થી ૪૦ કિ.મી.નો ગોંડલ શહેર અને તાલુકાનો પ્રવાસ કરીને આપ્યું છે.

દેવીપૂજક સમાજમાં આ ધાર્મિક કાર્યક્રમના આમંત્રણને 'વાયત' કહેવામાં આવે છે.

મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજ ઉમટી પડે તે માટે અમારા પ્રયાસો છે. ૮ થી ૧૦ હજાર લોકો ઉમટે તેવી ધારણા છે.(૨૧.૩૪)

ગોંડલ - તાલુકાના દેવીપૂજક સમાજ

માટે નવુ ગામ બનશે : રાજેન્દ્રસિંહ જાડેજા

રાજકોટ તા. ૧૦ : 'અકિલા' કાર્યાલયે ગોંડલ પાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઝુંપડા કે કાચા મકાનોમાં રહેતા દેવીપૂજક સમાજના લોકોને સરકારની સહાયથી ઘરનું ઘર મળે તે માટે અભિયાન ઉપાડવામાં આવ્યું છે.

જે અંતર્ગત પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજનાના માધ્યમથી સવા બસો લોકોને પ્લોટ અને મકાનની ફાળવણી કરવામાં આવી છે. હજુ અનેક પરિવારોને મકાન કે પ્લોટ નથી મળ્યા. જેથી આ પરિવારોને મકાન કે, પ્લોટ મળે અને ઘરના ઘરમાં રહી શકે તે માટે સરકાર અને દાતાઓના સહયોગથી દેવીપૂજક સમાજનું નવુ ગામ બને તે દિશામાં કામગીરી ચાલુ છે.

દેવીપૂજક સમાજના ૧ હજારથી વધુ ભુવા હાજરી

આપશે : ચાંદીનું કડુ અને વધારેલ વાળ ભુવાની ઓળખ

રાજકોટ તા. ૧૦ : દેવીપૂજક સમાજના ૧ હજારથી વધુ ભુવાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ભુવાની ઓળખ હાથમાં પહેરેલ ચાંદીનું કડુ છે તેમજ માથામાં વધારેલ વાળ છે.

રવિવાર એટલે રજા નહી પરંતુ રાજભા માટે 'સન્ડે સ્લમ - ડે'

રાજકોટ તા. ૧૦ : ગોંડલ પાલિકાના દંડક અને મિશન 'સન્ડે સ્લમ ડે' ના સ્થાપક રાજેન્દ્રસિંહ જાડેજાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, રવિવાર એટલે રજા એવું માનતો નથી. તેથી દર રવિવારે પછાત વિસ્તારોના લોકોના પ્રશ્નો સાંભળું છું અને તેમને ન્યાય મળે તે માટે અમે કામ કરીએ છીએ.

માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા - કોઇ બાંધછોડ નહી

રાજકોટ તા. ૧૦ : દેવીપૂજક સમાજ માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે. તેઓ કોઇ બાંધછોડ કરતા નથી.

દેવીપૂજક સમાજના લોકો શાકભાજી, ભંગાર, જીરૃ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે તેઓ કોઇ પણ શુભકાર્ય કરતા પહેલા અંધશ્રધ્ધાથી નહી પરંતુ માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા હોવાથી માતાજી મંજૂરી આપે તો જ તે કાર્ય કરે છે નહીંતર તે કાર્ય તરફ જતા નથી.

(6:04 pm IST)