Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

તદ્‌ન નવા જ કન્‍સેપ્‍ટ સાથે ધ ગ્‍લેમ્‍સ વિલ્લે સલોન એન્‍ડ લેસર કલીનીકનો પ્રારંભ

રાજકોટઃ  રંગીલા  રાજકોટમાં આવી રહ્યું છે સ્ત્રીઓની સૌંદર્ય અને રૂપને સજાવવા માટેનો એવો સેલોન જેમા નિષ્‍ણાંતો દ્વારા ત્‍વચા અને વાળની સંભાળ મળશે.ધ ગ્‍લેમ્‍સ વિલ્લે સલોન એન્‍ડ લેસર કિલનિક હર્ષિત રાણપરા, એડીવા ક્‍લિનિક ફોર સ્‍કિન એન્‍ડ હેર, અને વાય.કે.ક્રિએશનના યોગેશ વાજા અને કુનાલ વાજા, કે જેઓ સ્‍કુલ ઓફ હેર ડ્રેસિંગ એકેડેમી ‘વિડાલ સેસૂન'માં થી તથા મુંબઇથી ‘આલીમ હકીમ' એકેડેમી કે જ્‍યા ઇન્‍ડિયન સેલિબ્રિટીનું કામ થાય છે ત્‍યા ટ્રેનિંગ લીધેલી છે.

આ અંગે યોજાએલ પત્રકાર પરીષદમાં જણાવાયુ છેકે આ સલોનમાં મળશે ૩૬૦ મેકઓવર અને સલોનમાં ડોક્‍ટરના કાઉન્‍સિલિંગ દ્વારા કરાશે તમારા વાળ અને ત્‍વચાનું કાઉન્‍સિલિંગ. પછી થશે તમારા વાળ અને સ્‍ક્રીન ટ્રીટમેન્‍ટ જેમ કે સ્‍ટ્રેટનિંગ, હેર કલર, કેરાટિન, બોટોકસ, નેનો પ્‍લસ્‍ટિયા ટ્રીટમેન્‍ટ અને નવું કસ્‍ટમાઇઝ હેર કટ. આર્ટિસ્‍ટોએ લંડન સ્‍કૂલ ઓફ હેર ડ્રેસિંગ એકેડેમી ‘વિડાલ સેસૂન' માંથી તથા ‘આલીમ હકીમ' એકેડેમી માંથી તાલીમ લીધેલી છે. અહિં લેસર કિલનિક પણ ઉપલબ્‍ધ છે.

આ ઉપરાંત મેકઅપ તેમજ સેલોનમાં નેલ આર્ટ સ્‍ટુડિયો પણ છે જેમા પર્મનન્‍ટ અને સેમી-પર્મનન્‍ટ નેલ આર્ટ કરવામાં  આવશે. સ્‍થળ :  ધ ગ્‍લેમ્‍સ વિલે સલોન એન્‍ડ લેસર કલીનીક, ભકિતનગર સર્કલ, ગીતા મંદિર પાસે, રાજકોટ. મો.૯૭૨૭૧૦૦૦૧૩

તસ્‍વીરમાં નિલેશભાઇ ટીલવા(શ્રી ઉમિયા સ્‍ટીલ), હર્ષીતસિંહ ગોહિલ(શ્રી ઉમિયા સ્‍ટીલ) ડો. હર્ષીત રાણપરા(એડીવા કલીનીક) યોગેશ વાજા(વાય.કે.ક્રીએશન), કૃનાલ વાજા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:46 pm IST)