Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રઝાનગર (જંગલેશ્વર) વિસ્‍તારમાં રાત્રિના મહોર્રમ પર્વ સંપન્‍ન

રાજકોટ તા. ૧૦ :.. રઝાનગર (જંગલેશ્વર) સમસ્‍ત સુન્ની મુસ્‍લીમ જમાત દ્વારા આ વિસ્‍તારમાં હુસૈની ગમ માં બનતા છત્રીસ (૩૬) તાજીયાનાં સંચાલકો સતત રર માં વર્ષેએ પણ એકતા જાળવી રૂટ પર ફરવા ન જતા રાત્રે એકી સાથે લાઇનદોરીમાં બધા જ તાજીયા આવી ‘હુસેની મહેફીલ' માં સલાતો સલામ અને નાત ખ્‍વાની મહેફીલમાં સામેલ થાય છે. અને સલાતો સલામ બાદ તાજીયા પોતપોતાના માતમમાં રવાના થયેલ.

આ તકે આ હુસેની ગમનાં કાર્યક્રમમાં મહોર્રમના દિવસોમાં ઇસ્‍લામ જીંદા હોતા હે હર કરબાલ કે બાદ ની યાદ અપાવી હતી. આ કાર્યક્રમમાં રહિમભાઇ સોરા, હાજી બાબુભાઇ વિશળ, અમીનભાઇ સમા, સૈયદ સિકંદરબાપુ, રફિકભાઇ સવાણ, મુન્નાબાપુ, તનવીર મેમણ, રજાક ભાણુ, શાબીર ભાણુ, રજાક જૂણેજા, હાજી રહેમાનભાઇ ડાકોરા, હાજી બાબુભાઇ  ઠેબા, હાજીભાઇ ઓડીયા, જુમાબાપુ, હાસમભાઇ મેતાજી, હસનભાઇ સોરા, શરીફભાઇ સોઢા, શબીરભાઇ પરમાર, રફીકભાઇ ખલીફા, યાકુબભાઇ સુમરા, ઉમરભાઇ સોરા, જાવીદભાઇ ઘાંચી તથા આ વિસ્‍તારની જુદી જુદી તાજીયા કમીટી, સબીલ કમીટી, વાએઝ કમીટી, ન્‍યાઝ કમીટી અને ત્રણેય મસ્‍જીદોના ટ્રસ્‍ટી મંડળ અને કાર્યકરો અને સંચાલકો એ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દિધેલ.

આ તકે શહેરનો કાયદો અને વ્‍યવસ્‍થા સંભાળતા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવના સુચનો હેઠળ જેસીપી ખુર્શીદ અહેમદ, એસીપી શ્રી રાઠોડના માર્ગદર્શન દ્વારા જંગલેશ્વર વોર્ડ નં. ૧૬ ના આજુબાજુના વિસ્‍તારોમાં તાજીયા તથા મહોર્રમ પર્વની શાનો શોકતથી ઉજવણી થાય તે માટે ભકિતનગર પોલીસ સ્‍ટેશન પીઆઇ શ્રી ચાવડા તેમનો સમગ્ર સ્‍ટાફ, હોમગાર્ડ અને ટ્રાફીક બ્રીગેડ દ્વારા કાયદો વ્‍યવસ્‍થાની સુંદર જાળવણી કરી કાબીલેદાદ વ્‍યવસ્‍થા ગોઠવી તે બદલ સંપુર્ણ ટીમનો આભાર વ્‍યક્‍ત આગેવાનોએ કરેલ છે.

RMC કમીશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ તેની આરોગ્‍ય શાખા, અધિકારીઓ અને સ્‍ટાફ દ્વારા રોડ રસ્‍તા, પાણી વિતરણ, જંતુનાશક છંટકાવ તથા સફાઇ  કામગીરી કરી આરોગ્‍ય ટીમ દ્વારા સતત દસ દિવસ દવા છંટકાવ સંપૂર્ણ વિસ્‍તારમા કરેલ તે બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. 

PGVCL કોઠારીયા રોડ શાખાના અધિકારી પટેલ, નકુમ તથા પુરા સ્‍ટાફ દ્વારા અવરિત વિજ પુરવઠો જાળવી રાખી તથા વિક્ષેપ પડે ત્‍યાં તુરંત યુધ્‍ધના ધોરણે કામગીરી કરી સતત ખડે પગે રહેલ તે સમગ્ર સ્‍ટાફનો આભાર વ્‍યકત કરેલ છે.

 આ વિસ્‍તારમાં ૨ દિવસમાં બે થી અઢી  લાખ હિંદુ-મુસ્‍લીમ સર્વ ધર્મપ્રેમી જનતા ‘‘ગમે હુશેન'' યાદમાં શામિલ થઇ તે બદલ  આભાર વ્‍યકત કરેલ છે.

સમગ્ર રાજકોટ શહેરના હિંદુ-મુસ્‍લીમ જનતાનો રહિમભાઇ સોરા તથા તેમના વિસ્‍તારના આગેવાન મિત્રોએ આભાર વ્‍યકત કરેલ સાથે સમગ્ર પોલિસ તંત્ર ઁ, રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના અધિકારીઓ તથા સ્‍ટાફ મિત્રો તથા PGVCL ના સર્વે અધિકારીઓ તથા સ્‍ટાફનો આભાર વ્‍યકત કરેલ.

(4:47 pm IST)