Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વિજય પ્લોટમાં શિવાની બોતેલાના ઘરમાં ઘુસી પિતા - પુત્રઍ તોડફોડ કરી

પ્રેમ લગ્ન કર્યાનો ખાર રાખી બંનેઍ તોડફોડ કર્યાનો પરિણીતાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦ : ગોઁડલ રોડ વિજય પ્લોટમાં રક્ષા બઁધનના તહેવાર પૂર્વે જ બહેનના ઘરે જઈ તેના સગા ભાઈ-તેના પિતાઍ હથિયારો સાથે ધસી જઈ ઘરમાઁ તથા શૌચાલય તોડફોડ કરતાઁ ઍ ડિવિઝન પોલીસે દોડી જઇ ફરિયાદ નોઁધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોઁડલ રોડ પર વિજય પ્લોટ શેરી નઁબર ૦૬ માઁ  રહેતા શિવાનીબેન વિનોદભાઇ બોતેલા (ઉ. વ ૨૫ )ઍ તાજેતરમાઁ પગનુઁ ઓપરેશન કરાવ્યુઁ હોવાથી પોતાના ઘરે કડિયા પાસે  શૌચાલય તથા ઘરમાઁ સમારકામ કરાવી રહી હતી. તે દરમિયાન ધસી આવેલા તેના પિતા વિનુભાઈ ફૂલસિઁગભાઈ જારોલી તથા તેના પુત્ર અભિષેક જરોલી તથા અજાણ્યા શખ્સોઍ ઘરમાં હથિયારો સાથે ધસી આવી ઘુસી તોડફોડ કરી નાખી હતી.બનાવ સમયે આહીર કડિયા યુવાન વચ્ચે પડતાઁ બંને શિવાનીને ખુનની ધમકી આપી નાશી છૂટયા હતા.  તોડફોડના બનાવના પગલે શિવાનીના પતિ વિનોદભાઇ,તેમના સાસુ હઁસાબેન તથા કૌટુઁબિકજનો મદદ માટે દોડી ગયા હતા.  ઍ ડિવિઝન પોલીસની ટીમે દોડી આવી તમામને ઍ ડિવિઝન પોલીસ ખાતે લઈ ગયા હતા. બન્ને પક્ષોની સામ-સામી ફરિયાદ નોઁધવાની તજવીજ હાથ ધરી છે.

(3:31 pm IST)