Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પ્રમુખ સ્‍વામી મહારાજે યોગ્‍યને પસંદ ન કર્યા પણ પસંદ કરેલાને યોગ્‍ય બનાવ્‍યા : પૂ. અપૂર્વમુની સ્‍વામી

બીએપીએસ મંદિરે પ્રેરણા સમારોહમાં ‘લીડર ફોર અ લીડર' વિષય પર પ્રવચન

રાજકોટ તા. ૧૦ : બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્વારા આ વર્ષે યોજાનાર પૂ. પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવના ઉપક્રમે વિવિધ પ્રેરક કાર્યક્રમોના આયોજન થઇ રહ્યા છે. તેના ભાગરૂપે ગત શનિવારે પૂ. ડોકટર સ્‍વામીની ઉપસ્‍થિતીમાં પ્રતિષ્‍ઠિત પ્રેરણા સમારોહ યોજવામાં આવ્‍યો હતો.જેમાં પૂ. અપૂર્વમુની સ્‍વામીએ ‘લીડર ફોર અ લીડર' વિષયક પ્રેકર વકતવ્‍ય આપતા જણાવેલ કે દરેકને કાન, ધ્‍યાન અને માન આપો. દરેક સામે હકારાત્‍મક દ્રષ્‍ટિ રાખો અને કોઇની વર્તણુંક સામે ન જોતા ક્ષમતા જોઇ વિકસાવો, પ્રમુખ સ્‍વામી મહારાજે યોગ્‍યને પસંદ ન કર્યા પણ પસંદ કરેલાને યોગ્‍ય બનાવ્‍યા. તે મોટુ ઉદાહરણ છે. લોકોના સ્‍વભાવ ટળે નહીં, તેને મેનજ કરતા રહેવાનું. હંમેશા સાહસિક અને સમર્પિત કાર્યશૈલી રાખો.

બીએપીએસ સંસ્‍થાના વરિષ્‍ઠ સંત પૂ. ડોકટર સ્‍વામીએ આશિર્વચન પાઠવ્‍યા હતા. શહેરના વિવિધ કંપનીઓ, પેઢીઓ, દુકાનના માલિકો, પાર્ટનર્સ, ડીરેકટર્સ, મેનેજર્સ મળી ૧૫૦૦ જેટલા ઉદ્યોગપતિઓ, ડોકટરો, અગ્રણીઓએ આ સેમીનારનો લાભ લીધો હતો.

(3:27 pm IST)