Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ગોપી કિશન સ્‍પર્ધામાં સેન્‍ટ ગાર્ગી વિદ્યા સંકલુનો ઉત્‍કૃષ્‍ઠ દેખાવ

રાજકોટઃ વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા આયોજીત ગોપી- કિશન સ્‍પર્ધામાં અંદાજીત ૬૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં સેન્‍ટગાર્ગી વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરેલ. જેમાં જયસ્‍વાલ વિહાન, જોગરાણા નયન, ઝાલા સિધ્‍ધાર્થ, મુલીયાણા આર્યન, ઉપાધ્‍યાય હીર, મોટવાણી જાનવી, ઈહોરા હેત્‍વી, દસાડીય હીરે નંબર પ્રાપ્‍ત કરી શાળાનું ગૌરવ વધારેલ. જે બદલ શાળાના આચાર્ય રમાબેન હેરભા, ભરતભાઈ હેરભા, સનીભાઈ હેરભા તથા સેન્‍ટ ગાર્ગી સ્‍ટાફ મિત્રોએ અભિનંદન પાઠવેલ.

(3:24 pm IST)