Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

બોલીવૂડ સંગીત જગતના નામાંકિત તારલાઓ તાલ તરંગના સથવારે અવનવા મધુરા ગીતોની રમઝટ બોલાવશે

બોલીવૂડ ઈવેન્‍ટના ભારતી નાયક આયોજીત ‘તાલ તરંગ'ની મેમ્‍બરશીપ આજે મેળવી લ્‍યો : તાલ તરંગનું સભ્‍યપદ તુરત લઈ લેવું શા માટે જરૂરી?

રાજકોટઃ સંગીત કલાક્ષેત્રે દેશ-વિદેશમાં આગવી નામના ધરાવતા બોલીવુડ ઇવેન્‍ટના ભારતીબેન નાયક આયોજીત અન્‍વેષાના કાર્યક્રમે લોકોને રીતસર ડોલાવ્‍યા ત્‍યારે રાજકોટવાસીઓ માટે નવું નજરાણું ‘‘તાલ તરંગ'' સંસ્‍થા લઇને તેઓ આવ્‍યા છે. આ સંસ્‍થા હેઠળ બોલીવુડના ખુબજ જાણીતા કલાકારો કાર્યક્રમ આપશે અને હિન્‍દી ફિલ્‍મ જગતના મહાન પાર્શ્વગાયકોના સ્‍વરે ગવાયેલ યાદગાર ગીતો તેમજ પોતાના કંઠે પણ ફિલ્‍મોમાં ગાયેલા ગીતોની રસલ્‍હાણ કરાવશે. આવા અદભૂત કાર્યક્રમોમાં સંગીત ચાહકો ફિલ્‍મી ગીત સંગીતની મજા માણી શકશે.

હવે રાજકોટમાં પણ બોલીવુડના ખુબજ નામી કલાકારો આવી તમને સંગીતની સુહાની સફર કરાવશે. ભારતીબેન નાયક બોલીવુડના લગભગ દરેક ગાયકો સાથે ભારતમાં અને વિદેશમાં શો કરી ચૂક્‍યા છે. રાજકોટમાં ઇન્‍ડિયન આઇડોલના કલાકારોનો તથા અન્‍વેષાનો સુપર ડૂપર હિટ કાર્યક્રમ આપવાનો શ્રેય તેમના ફાળે જાય છે. હવે આવાજ એક જુઓ ને એક ભુલો તેવા યાદગાર શો રાજકોટવાસીઓને ‘‘તાલ તરંગ'' સંસ્‍થા આપવા જઇ રહી છે.

આગામી સંગીતની સુહાની સફર નો અમિતાભ બચ્‍ચનના ગીતો જાણીતા પ્‍લેબેક સીંગર સુદેશ ભોંસલે અને સાથીદારો સાથે માણવાનો સુવર્ણ લાભ મેળવવા આજે જ ‘‘તાલ તરંગ'' સંસ્‍થામાં સભ્‍યપદ મેળવો. આવા પ્રગ્રામમાં છુટક ટીકિટ નો ખર્ચ મોટો થાય છે જયારે સભ્‍યપદ મેળવનારને સમયાંતરે આવા અનેક કાર્યક્રમો માણવા મળશે. ‘‘તાલ તરંગ'' સંસ્‍થામાં સભ્‍ય પદ મેળવનાર કપલ (બે વ્‍યક્‍તિ) અથવા ગ્રૂપને આખા વર્ષના આવા ૬ પ્રોગ્રામ અને સાથે ૧ બોનસ પ્રોગ્રામ આપવામાં આવશે.‘‘તાલ તરંગ'' સંસ્‍થામાં જોડાવા બોલીવુડ ઇવેન્‍ટના ભારતીબેન નાયકનો વહેલા તે પહેલાના ધોરણે ૯૮૯૨૬ ૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદિમાં જણાવાયું છે.(૩૭.૬)

અનેક દિગ્‍ગજ કલાકારોને રાજકોટ લાવવાની

તાલ - તરંગની નેમ છે..

ભારતી નાયક દ્વારા રાજકોટમાં અન્‍વેષા, ઈન્‍ડિયન આયડોલ, જાવેદ અલી જેવા સંખ્‍યાબંધ સુપર - ડુપર કાર્યક્રમો હજારો લોકોએ માણ્‍યા છે. હવે સુદેશ ભોંસલે જેવા દિગ્‍ગજ કલાકારો તાલ - તરંગના સથવારે રાજકોટ લાવવામાં આવી રહ્યા છે ત્‍યારે મનગમતી સીટ પ્રથમથી જ મેળવી લ્‍યો... ભારતી નાયક મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮, અને ૭૪૩૫૦

 

વર્ષ દરમિયાન ૬+૧ મળી ૭ કાર્યક્રમો માણવાની અનેરી મોજ

વર્ષ દરમિયાન તાલ તરંગ એક થી એક ચડે તેવા યાદગાર કાર્યક્રમો પીરસવા પૂરો પ્રયાસ કરશે. તાલ તરંગમાં સભ્‍યપદ મેળવનાર (બે વ્‍યકિત) અથવા ગ્રુપને એક જુઓ અને એક ભૂલો તેવા અદ્દભૂત ૬ પ્રોગ્રામ અને સાથે ૧ બોનસ પ્રોગ્રામ આપવામાં આવશે.

મુંબઈ બોલીવૂડ ઈવેન્‍ટ્‍સના નેજા હેઠળ રાજકોટમાં ભારતીબેન નાયકના વડપણમાં ‘તાલ તરંગ' સંસ્‍થા સાકાર બની છે. પ્રથમ હરોળો પેક થઈ ગઈ છે. આપને મનગમતી સીટ્‍સ મેળવી લ્‍યો તે હિતાવહ છે. અહિં સંપર્ક સાધો : ‘મુંબઈ ઈવેન્‍ટ્‍સ, ‘તાલ તરંગ' મો.૯૮૯૨૬ ૨૫૭૬૮, ૭૪૩૫૦ ૪૪૭૨૧ : રાજકોટમાં : ઉત્‍કર્ષ સ્‍કુલ ઓફ એક્‍સલન્‍સ, અક્ષર માર્ગ, રાજકોટ, મો.૯૫૧૦૮ ૪૬૫૪૮ * ઈ-મેઈલ : bbhartibollywood@yahoo.com

રાજકોટમાં જ નહિં સૌરાષ્‍ટ્રભરમાં ‘અન્‍વેષા'ના કાર્યક્રમે ગજબનાકની ચાહના મેળવી છે : હવે ભારતી નાયકની ‘તાલ તરંગ' સંસ્‍થા એક પછી એક સુપરડુપર કાર્યક્રમો લાવી રહી છે

સ્પોન્સરશીપ  માટે સંપર્ક :  મો.૯૮૯૨૬ ૨૫૭૬૮

(3:13 pm IST)