Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અખિલ ભારતીય કોળીસમાજના પ્રદેશ મીડીયા સેલના પ્રભારી તરીકે એડવોકેટ રણજીત મકવાણાની નિમણુંક

રાજકોટ તા.૧૦ : અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ દિવ્યેશભાઇ ચાવડા દ્વારા ગુજરાત સંગઠનની નવી નિમણુંક કરી છે. તેમાં ગુજરાત પ્રદેશ યુવા મીડીયા સેલ કન્વીનર તરીકે રાજકોટના યુવા એડવોકેટ શ્રી રણજીત બી. મકવાણાની નિમણુંક કરવામાં આવી છે.

રાજકોટ ખાતે  વર્ષ ર૦૧૪ થી જુનીયર એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૃઆત કરેલ છે.  તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉંમરમાં ખુબ જ લોકચાહના મેળવેલી છે. અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ અનેક સામાજીક પ્રશ્નોને વાચા આપી લોકોને ન્યાય આપવામાં સફળ રહેલ છે. અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન આખા ભારતના કોળી સમાજનું બિનરાજકીય સંગઠન છે. અને આખા દેશમાં છેલ્લા પ૦ વર્ષથી સામાજીક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટ( કાર્ય કરે છે. દેશના  ભુતપુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પણ આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુકયા છે. હાલ સંગઠનમાં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અજીતભાઇ પટેલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ચોટીલાના ધારાસભ્ય શ્રી રૃત્વિકભાઇ મકવાણાની જવાબદારી નિભાવી રહયા છે. તેમજ નવુ સંગઠન બનવાની સાથે જ ભાવનગર ખાતે ર દિવસની યુવા પ્રદેશ કારોબાર મળી ગુજરાતભરમાંથી આવેલા કોળીસમાજના યુવાનોનુન઼ મનોમંથન યુવા નેતૃત્વને આપવામાં આવે તેવી હાંકલ કરેલ અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરેલ ત્યારે આ સંગઠનમાં રાજકોટના યુવા એડવોકેટની નિમણુંક થતા યુવાનો અને વડીલોએ આ નિમણુંકને આવકારી છે. તેમજ કોળી સમાજમાં પણ સારી એવી લોકચાહના ધરાવે છે. અને કોળી સમાજ તરફથી પણ તેમને ખુબ જ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.

(3:09 pm IST)