Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મા-બાપને એલોપથી, હોમિયોપેથીની નહિ માત્ર સિમ્‍પથીની જરૂર હોય છેઃ પૂ. ધીરગુરૂદેવ

જશાપરમાં વડીલ અભિવંદનામાં ર૦૦ વડીલોનું સન્‍માનઃ રેખાબેન માસક્ષમણ તપમાં જોડાયા

રાજકોટ તા. ૧૦ :.. શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરૂદેવની મનભાવન નિશ્રામાં પ્રથમ વાર વડીલ અભિવંદના સમારોહનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ. જેમાં ભાણવડ, લાલપુર, જામજોધપુર સહિત ર૦૦ ભાઇ-બહેનોનું મુગટ પહેરાવી સન્‍માન કરેલ.

પૂ. ગુરૂદેવ ધર્મસભાને સંબોધતા જણાવેલ કે પાણીની કિંમત રણપ્રદેશમાં અન્નની કિંમત દુષ્‍કાળમાં,  પ્રકાશની કિંમત અંધકારમાં તેમ મા-બાપની કિંમત ગેરહાજરીમાં થાય છે..! પરંતુ જે સંતાન જીવતા મા-બાપની કિંમત કરે છે તે સંતાન શ્રેષ્‍ઠ છે. માતા-પિતાને એલોપથી, હોમિયોપેથીની નહીં માત્ર સિમ્‍પથીની જરૂર હોય છે. વધુમાં ઉમેર્યુ હતું કે,  ફેમીલીનો ભાવાર્થ છે કે ફાધર એન્‍ડ મધર ને સહુપ્રથમ પ્રેમ કરતા શીખો.

સમારોહ પ્રમુખ વિક્રમભાઇ દેસાઇએ વ્‍યસન ત્‍યાગની પ્રેરણા કરેલ. વર્ષાબેન દેસાઇ અને પ્રાથમિક શાળાની બાલિકાઓએ ગીત રજૂ કરેલ. મુખ્‍ય મહેમાન પિયુષભાઇ અને અલ્‍પનાબેન ઉદાણી, આર્કિટેકટ શ્રી અશ્વિનભાઇ અને આરાધનાબેન દેસાઇ તથા ડો. જિતેશ ટોલીયાનું  સન્‍માન કરાયું હતું.

(12:27 pm IST)