Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કોટડાસાંગાણીમાં મુસ્‍લિમ સમુદાયના પર્વ મોહરમ નિમિતે ઉજવણી

કોટડાસાંગાણી તા.૧૦ : તાલુકાના હિન્‍દુ મુસ્‍લિમ એકતા કમીટી દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ગોંડલના માજી ધારાસભ્‍ય શ્રી ચંદુભાઇ વઘાસીયા તેમજ કોટડાસાંગાણી મુસ્‍લિમ જમાતના પ્રમુખ બસીરભાઇ બાંગા ઉપ્રમુખ અનવરશા શાહમદાર કોટડાસાંગાણી તાલુકાના અનુસુચિત જાતિના મોરચાના પ્રમુખશ્રી પ્રવિણભાઇ ખુમાણ, કોટડાસાંગાણી ગ્રામ પંચાયતના સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઇ ચાવડા, આંબાભાઇ દાફડા, રમેશભાઇ ડામોર, કોટડા સાંગાણીના સરપંચ ભરતભાઇ રાઠોડ, રફીકભાઇ મકવાણા, ઇમરાનભાઇ દેવાની, હનીફભાઇ ભખર, અમિનભાઇ બાંગા, પત્રકાર પરવેજ બાંગા વગેરે હિન્‍દુ મુસ્‍લિમ સાથે મળી મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

(12:02 pm IST)