Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજકોટમાં રાત્રે એક કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો: કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટાં

રાત્રે અચાનક ૧ કલાકમાં ૧ ઇંચ વરસાદ પડ્યો: સેન્ટ્રલ ઝોનમાં અર્ધો ઇંચ અને વેસ્ટ ઝોન માં માત્ર ૩ મી.મી.નુ ઝાપટું

રાજકોટમાં રાત્રે અત્યારે ૧ કલાક માં ૧ ઇંચ વરસાદ પડ્યો: સેન્ટ્રલ ઝોનમાં અર્ધો ઇંચ અને વેસ્ટ ઝોન માં માત્ર ૩ મી.મી.નુ ઝાપટું પડ્યું છે. સંખ્યાબંધ વિસ્તારોમાં રાત્રે આઠ વાગ્યાની આસપાસ શરૂ થયેલો વરસાદ થોડી મિનિટો માટે ધોધમાર વરસી ગયો હતો. ખાસ કોઈ વરસાદની આગાહી નહિ હોવા છતાં અચાનક વરસાદ આવતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. રાજકોટમાં મોસમનો કુલ વરસાદ આ સાથે ૨૨ ઇંચ થયો

(9:32 pm IST)