Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યૂરોની સફળ ટ્રેપ

GST વિભાગના 2 અધિકારી સહિત 3.50 લાખની લાંચ લેતા ઝડપાયા : વેપારી પાસેથી લાંચ લેતા ઝડપાયા : ગાડી ભરેલ માલ જવા દેવા માટે લાંચ માંગી હતી

રાજકોટ : એસીબીએ જીએસટી વિભાગના બે અધિકારી સહિત ત્રણને લાંચ લેતા ઝડપી લેતા ચકચાર જાગી છે. ટ્રેપની ફરિયાદની વિગત આ મુજબ છે.

ફરિયાદી: જાગૃત નાગરિક

આરોપીઓ:-

(૧) વિક્રમ દેવરખીભાઇ કનારા રાજય વેરા અધિકારી, વર્ગ- ર,નાયબ રાજય વેરા કમિશ્નરશ્રીની કચેરી, અન્વેષણ-૧૦, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ.

(ર) અજય શીવશંકરભાઇ મહેતા, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩,નાયબ રાજય વેરા કમિશ્નરશ્રીની કચેરી, અન્વેષણ-૧૦,  ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ. 

(૩) મનસુખલાલ બચુભાઇ હીરપરા ( પ્રજાજન) 

ગુનો બન્યા - તા.૧૦.૦૮.૨૦૨૧

લાંચની માંગણીની રકમ- રૂ.૩,૫૦,૦૦૦/-

લાંચની સ્વીકાર્યાની રકમ - રૂ.૩,૫૦,૦૦૦/-

લાંચની રીકવરીની રકમ- રૂ.૩,૫૦,૦૦૦/- 

ગુનાનું સ્થળ-ઉપલેટા હિન્દ મોઝેક ટાઇલ્સ, ભુતખાના ચોક,

પેટ્રોલપંપની સામે,બિઝનેસ સેન્ટર,રાજકોટ શહેર  

ગુનાની વિગત:-

  આ કામના ફરીયાદીશ્રીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હોય દરમ્યાન આરોપી નં(૧) અને (ર)નાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહેતા, ફરીયાદીશ્રી તથા તેના ભાગીદાર દ્વારા બિલ સાચા છે તેવી રજુઆત કરવા છતાં માલ ભરેલી બંને ટ્રકો જી.એસ.ટી.ના કાયદા મુજબ ડીટેઇન ન કરવા અને જવા દેવા બદલ આરોપી નં.(૧),(ર) નાએ આરોપી નં.(૩) મારફતે ફરીયાદી તથા તેના ભાગીદાર સાથે વાતચીત કરી, રૂ. ૮,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ, બાદ રકજકના અંતે આરોપી નં.(૧)(ર)(૩)નાઓએ મળી ફરીયાદી તથા તેના ભાગીદાર પાસેથી રૂ.૪,૦૦,૦૦૦/-ની લાંચ લેવાનું નકકી કરી, બંને ટ્રકો જવા દીધેલ અને આ લાંચના નાણાં પૈકી આરોપી નં.(૧) તથા (ર) વતી આરોપી નં.(૩)નાએ રૂ.૫૦,૦૦૦/- બીજા દિવસે સ્વીકારેલ અને બાકી રહેતા રૂ.૩,૫૦,૦૦૦/- ની આરોપી નં.(૧) અને (ર)નાએ આરોપી નં.(૩) પાસે અને આરોપી નં.(૩)નાએ ફરીયાદી તથા તેના ભાગીદાર પાસે સતત ઉઘરાણી કરતા, ફરીયાદી આવી રકમ આપવા માંગતા ન હોય, જેથી  એ.સી.બી.માં ફરીયાદ  કરતા આજરોજ  એ.સી.બી. દ્વારા ગોઠવાયેલ લાંચના છટકામાં આરોપી નં.(૧) તથા (૨) વતી આરોપી નં.(૩)નાએ અગાઉ થયેલ વાતચીત મુજબના રૂ.૩,૫૦,૦૦૦/- પંચ નં.(૧) ની હાજરીમાં માંગણી કરી સ્વીકારી, ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના છટકા દરમિયાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત

નોંધ - ઉકત આરોપી નં.(૧)(ર)તથા (૩) નાઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. 

ટ્રેપીંગ અધિકારી: શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી.પો.સ્ટે.રાજકોટ શહેર , સુપરવિઝન અધિકારી:-શ્રી એ.પી.જાડેજા,

મદદનીશ નિયામક, એ.સી.બી.રાજકોટ એકમ, રાજકોટ

 

(8:25 pm IST)