Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજકોટ શહેરના કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી મેઇન રોડ રૂડાનગર-૧ શેરીમા સેન્ટ્રોકારમાંથી દારૂની ૨૪ બોટલ સાથે એક શખ્સને કાઇમ બ્રાન્ચે પકડ્યો

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી.જે.જાડેજા તથા ટીમના માણસો જેમાં એ.એસ.આઇ.જયેશભાઇ નીમાવત તથા ચેતનસિંહ વી. ચુડાસમાં તથા હિતેન્દ્રસિંહ પી. ઝાલા તથા પો.હેડ.કોન્સ.ભરતસિંહ પરમાર તથા પો.કોન્સ.મહેશભાઇ ચાવડા તથા શકિતસિંહ ગોહીલ તથા સ્નેહમાઇ ભાદરકા તથા કુલદિપસિંહ જાડેજા વિગેરે નાઓ સાથે રાજકોટ શહેર વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ.જયેશભાઇ નીમાવત તથા ચેતનસિંહ વી.ચુડાસમાં તથા પો.કોન્સ. કુલદિપસિંહ જાડેજા નાઓની ખાનગી હકીકતના આધારે કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી મેઇન રોડ રૂડાનગર-૧ શેરી નં.૬માંથી 24 બોટલ દારૂ ભરેલી સાન્ટ્રો કાર સાથે સાગર ખાનાભાઇ પરમાર (અભ્યાસ આઇ.ટી.આઇ.) (ઉ.વ.૨૫ રહે.હાલ કાલાવાડ રોડ, વૃંદાવન સોસાયટી મેઇન રોડ રૂડાનગર-૧, શેરી નં.૬, અભીલાશાબેન મનહરલાલ ગોંડલીયાના મકાનમાં ભાડેથી રાજકોટ મુળ રહે.ઝેઝરી મેઘવાના ગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગર)ને પકડી લીધો છે. 

આરોપી પાસેથી સેન્ટ્રો કાર જી. જે.-૦૧ એચ.સી. ૫૮૮૫, મોબાઇલ ફોન અને દારૂ કબ્જે કરાયો છે.

વર્ષ-૨૦૧૩ માં પાટડી પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તરીકે પણ તે પકડાયો હતો.

(7:56 pm IST)