Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

આગામી મહોરમ (તાજીયા)ના પર્વ અનુસંધાને હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો સાથે મદદનિશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગની અધ્યક્ષતામાં પ્ર.નગર અને ગાંધીગ્રામ પીઆઈની હાજરીમાં શાંતી સમિતીની મીટીંગનુ આયોજન કરાયું

રાજકોટઃ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તેમજ જેસીપી ખુરશીદ અહેમદ તથા ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ આગામી મહોરમ (તાજીયા)નો તહેવાર હોય જે તહેવાર શાંતી પુર્ણ વાતાવરણમાં તથા કોવિડ-૧૯ કોરોના વાયરસ અન્વયે સરકારશ્રીએ બહાર પાડેલ ગાઇડ લાઇનનુ પાલન થાય તે હેતુથી મદદનિશ પો.કમિશનર પી.કે.દિયોરા, પશ્ચીમ વિભાગની અધ્યક્ષતામાં પ્રધ્યુમનનગર પો.સ્ટે. તથા ગાંધીગ્રામ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો સાથે એલ.એલ.ચાવડા પોલીસ ઇન્સ. પ્ર.નગર પો.સ્ટે. તથા ગાંધીગ્રામ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. કે.એ.વાળા દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમિતીની મીટીંગનુ આયોજન કરવામાં આવેલ હતુ.

આ શાંતી સમિતીની મીટીંગમાં મુસ્લીમ સમાજના આગેવાનો જેમાં નં.(૧) હબીબભાઇ ગનીભાઇ કટારીયા (૨) આશીફભાઇ કાદરભાઇ (૩)યુનીશભાઇ હાજીભાઇ જુણેજા (૪) એજાજબાપુ બુખારી (૫) જાવેદભાઇ દલ (૬)રજાકભાઇ જામનગરી (૭)ઇકબાલભાઇ નુરાભાઇ ચૌહાણ (૮) મહમદભાઇ ધાંચી વિગેરે મુસ્લીમ સમાજના આશરે ૫૦ આગેવાનો હાજર રહ્યા હતા.

આ શાંતી સમિતીની મીટીંગમાં મદદનિશ પો.કમિશનર પી.કે.દિયોરા દ્વારા કોવિડ-૧૯ કોરોનાની મહામારીને ધ્યાને રાખીને તાજીયા જુલુસ નહી કાઢવા તથા માતમમાં રાખવા તથા જાહેરમાં ન્યાજ રાખવી નહી તથા તાજીયા એક જ જગ્યાએ રાખી વધુ પ્રમાણમાં માણસો એકઠા ન થાય તે અંગે તકેદારી રાખી તેમજ સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરવુ તથા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવા અંગે મુસ્લીમ સમાજના આગેવાનોને જણાવવામાં આવેલ તેમજ મહોરમ (તાજીયા)નો તહેવાર શાંતી પુર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ

(7:54 pm IST)