Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જુગારના બે દરોડાઃ રાધાકૃષ્ણ સોસાયટી અને ગોવિંદનગરના મકાનમાં પતા ટીંચતા ૧૩ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચની ટીમે છ અને ગાંધીગ્રામ પોલીસે સાતની ધરપકડ કરીઃ પપ હજારની રોકડ કબ્જે

રાજકોટ, તા., ૧૦: કાલાવડ રોડ કોસ્મે સિનેમા નજીક રાધાકૃષ્ણ સોસાયટીના મકાનમાંથી ક્રાઇમ બ્રાંચે છ અને ગાંધીગ્રામ ગોવિંદનગરમાં મકાનમાંથી આઠ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્ષ સિનેમા નજીક આવેલા રાધાકૃષ્ણ સોસાયટી-રમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા અને પ્રતાપસિંહ મોયાને બાતમી મળતા રાધાકૃષ્ણ સોસાયટી-ર માં રહેતા જીવણ બેચરભાઇ પરમારના મકાનમાં દરોડો પાડી તીન પતીનો જુગાર રમતા મકાન માલીક જીવણ પરમાર તથા જામનગરના જાંબુડા ગામના નિલેશ જીવણભાઇ લાંબા, મવડી ફાયર બ્રિગેડ પાસે માયાણી સોસાયટી શેરી નં. ૪ ના ગીરીશ વિરજીભાઇ ઘરસંડીયા, રૈયાધાર બંસીધર પાર્ક શેરી નં. ર ના પ્રશાંત પરસોતમભાઇ રાઠોડ, જેતપુર અમરનગર રોડ સોમનાથ સોસાયટી-૧ના અશોક મનસુખભાઇ રાઠોડ તથા ભીલવાસમાં રહેતા નીતીન અમૃતલાલભાઇ જાકરીયાને પકડી લઇ રૂ. ૩૯,ર૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ. પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ ક્રિપાલસિંહ, વિક્રમભાઇ, સુભાષભાઇ, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, અંશુમાનગઢવી, દેવાભાઇ ધરજીયા તથા નિતેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં ગાંધીગ્રામ ગોવિંદનગરમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. ગોપાલભાઇ પાટીલ, દિવ્યરાજસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંંહ ગોહીલને બાતમી મળતા ગોવિંદનગર શેરી નં. ર માં રહેતા જયદીપ નટુભાઇ કુકડીયાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક જયદીપ કુકડીયા તથા માયાણી નગર શેરી નં. ૩ ના જયેશ કાનજીભાઇ ચિત્રોડા, ગાંધીગ્રામ લીજ્જત પાપડની સામે ભારતીનગર શેરી નં. ૮ ના ભાવેશ કાનજીભાઇ ચીત્રોડા, મુંજકા ગામ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર  નં. ૧૩૦૧ના પરાગ દીપકભાઇ કુકડીયા અને મયુર દિપકભાઇ કુકડીયાને પકડી લઇ રૂ. ૧૬,૩૦૦ની રોકડ સહીતની મતા કબ્જે  કરી હતી. જયારે ગાંધીગ્રામ અંજલી પાર્ક-૩ના હરેશ ભગવાનજીભાઇ ચાવડા, અને ગોવિંદનગર શેરી નં રના મુકેશ ગોરધનભાઇ જેઠવાની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.રાણા, હેડ કોન્સ ખોડુભા, વનરાજભાઇ, ભરતભાઇ, દિવ્યરાજસિંહ, દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ, ગોપાલભાઇ, ગોપાલભાઇ પાટીલ, તથા દિનેશભાઇ દ્વારા કરવામાં આવી હતી. 

(4:09 pm IST)