Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસો.ના પ્રમુખપદે પુનઃ ગુણવંતભાઇ ડેલાવાળા

રાજકોટ : રેસકોર્ષ ગ્રાઉન્ડ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે રાજકોટ ફુટબોલ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવેલ. ઓડીટ હિસાબો સર્વાનુમતે રજુ કરાયા બાદ ગત વર્ષની પ્રવૃત્તિઓનો અહેવાલ ફુટબોલ એસો.ના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ રજુ કરેલ. નવા સભ્યો લાયકાતના ધોરણે બનાવવા જણાવાયુ હતુ. મીટીંગ દરમિયાન વર્ષ ૨૦ર૧-૨૩ ના નવા હોદેદારો જાહેર કરવામાં આવતા પ્રમુખ તરીકે ગુણવંતભાઇ ડેલાવાળા, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ બુંદેલા, બી. કે. જાડેજા, જનરલ સેક્રેટરી તરીકે રોહીતભાઇ બુંદેલા, ઓર્ગેનાઇઝર સેક્રેટરી તરીકે જીવનસિંહ બારડ, જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજેશભાઇ ચૌહાણ, અજયભાઇ ભટ્ટ, ટ્રેઝરર એ. બી. બૌરસી, એકાઉન્ટન્ટ રાજુભાઇ માલકીયા, મેમ્બર તરીકે જયેશભાઇ કનોજીયા, લાલસીંગ ચૌહાણ, શિવરાજસિંહ ચાવડા, પીયુષભાઇ કૈલા, મનીષભાઇ ત્રિવેદીનો સમાવેશ કરાયો હતો. મીટીંગમાં મુકેશભાઇ બુંદેલા, રોહીતભાઇ બુંદેલા, બી. કે. જાડેજા, રોહીતભાઇ પંડીત, ઉદયભાઇ ઓલી, રાજેશભાઇ ચૌહાણ તેમજ તમામ મેમ્બર ઉપસ્થિત રહેલ. સમગ્ર સંચાલન રોહીતભાઇએ અને અંતમાં આભારવિધિ રાજેશભાઇ ચૌહાણે કરેલ. 

(4:08 pm IST)